Site icon

Maharashtra Politics : એકનાથ શિંદે માટે આજે નિર્ણાયક દિવસ, ઠાણેમાં ભાજપ યૂતિ તોડીને એકલા લડવાની તૈયારીમાં?

Maharashtra Politics : ભાજપની કોકણ વિભાગની બેઠકમાં મહાપાલિકા ચૂંટણી માટે સ્વબળની રણનીતિ પર ચર્ચા, શિંદે માટે રાજકીય પડકાર ઊભો

Maharashtra Politics Eknath Shinde under pressure as BJP eyes solo run in Thane civic polls

Maharashtra Politics Eknath Shinde under pressure as BJP eyes solo run in Thane civic polls

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics : મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએકનાથ શિંદે (  Eknath Shinde ) માટે આજે (6 જૂન) રાજકીય રીતે મહત્વનો દિવસ છે. ઠાણેમાં યોજાનારી ભાજપની કોકણ વિભાગની બેઠકમાં મહાપાલિકા ચૂંટણી માટે યૂતિ રાખવી કે નહીં, એ મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. 2017માં ભાજપે સ્વબળે ચૂંટણી લડી હતી અને સફળતા મેળવી હતી. હવે ફરી એકવાર તે જ દિશામાં પગલાં ભરવાની તૈયારી છે.

Join Our WhatsApp Community

Maharashtra Politics : Eknath Shinde (એકનાથ શિંદે) માટે પડકાર: ભાજપના નેતાઓ સ્વબળની તરફેણમાં

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, મંત્રી ગણેશ નાયક, નિતેશ રાણે સહિત 14 જિલ્લા પ્રમુખો અને 180થી વધુ મંડળ અધ્યક્ષો હાજર છે. અંદરખાને મળતી માહિતી મુજબ, ભાજપના નેતાઓએ સ્વબળે ચૂંટણી લડવાની ભલામણ કરી છે. આ નિર્ણય શિંદેના હોમ પિચ પર સીધો પડકાર બની શકે છે.

Maharashtra Politics : એકનાથ શિંદે (  Eknath Shinde ) ને ઘેરવાનો પ્રયાસ: જનતા દરબારથી રાજકીય સંકેત

Forest મંત્રી ગણેશ નાયકે ઠાણેમાં જનતા દરબાર યોજવાની જાહેરાત કરી છે, જે શિંદેના વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ પગલું શિંદેની રાજકીય પકડને પડકાર આપતું માનવામાં આવે છે. નાયકે કહ્યું કે “ઠાણેમાં ફક્ત કમળ (BJP) હોવું જોઈએ” – જે સ્પષ્ટ સંકેત છે કે ભાજપ હવે શિંદેના આધાર વિસ્તારમાં પોતાનું બળ વધારવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : RSS Mohan Bhagwat : આરએસએસ પ્રમુખનું મોટું નિવેદન કહ્યું – “મૂળ ધર્મમાં પાછા ફરવા ઈચ્છે છે તો તેમને લાવવું જ જોઈએ” 

Maharashtra Politics : એકનાથ શિંદે (  Eknath Shinde ) સામે ભાજપનો સર્વે: સ્વબળે બહુમતી શક્ય

ભાજપના આંતરિક સર્વે મુજબ, જો પાર્ટી 150થી વધુ બેઠકો પર લડે તો તે સ્વબળે બહુમતી મેળવી શકે છે. સર્વેમાં જણાવાયું છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા થયા તો પણ તેનો ભાજપના પરિણામ પર ખાસ અસર નહીં થાય. આથી, ઠાણેમાં પણ સ્વબળે લડવાની તૈયારી છે.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Exit mobile version