News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના શિવસેના (ઠાકરે ગટ)એ ‘લઢા આપલ્યા મુંબઈચા’ ટૅગલાઇન હેઠળ અભિયાન શરૂ કર્યું છે. BMCની ચૂંટણીની તારીખો હજુ જાહેર થવાની બાકી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. ભાજપના મિશન મુંબઈ સામે ઠાકરે જૂથે પણ પોતાનું મિશન શરૂ કર્યું છે.
Maharashtra Politics:ઠાકરે જૂથની વ્યૂહરચના: મરાઠી અસ્મિતા અને સ્થાનિક મુદ્દાઓ પર ભાર
મુલુંડ ખાતે યોજાયેલા કાર્યકર્તા મેલાવા બાદ 1 ઓગસ્ટે આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં મહામોરચાનું આયોજન કરાયું છે. 10 જૂનથી 1 ઓગસ્ટ સુધી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ઠાકરે જૂથ દ્વારા વિવિધ કાર્યક્રમો અને આંદોલનો યોજાશે. આ અભિયાનમાં મરાઠી ઓળખ, સ્થાનિક વિકાસ અને અદાણી વિરોધ મુખ્ય મુદ્દા રહેશે.
Maharashtra Politics: અભિયાન ની રૂપરેખા: અદાણી વિરોધથી મેરેથોન સુધી કાર્યક્રમોનો ધમાકો
- 10-13 જૂન: અદાણી વિરોધમાં વોર્ડ અધિકારીઓને આવેદનપત્ર
- 14 જૂન: ઘરોમાં પરિપત્ર વિતરણ
- 15 જૂન: શાળાઓમાં નિબંધ સ્પર્ધા
- 22 જૂન: શાખા સ્તરે બેઠક અને ફલકબાજી
- 29 જૂન: રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ મોકલાવા
- 6 જુલાઈ: મહિલાઓની દિંડીને અદાણી વિરોધ સાથે જોડવી
- 13 જુલાઈ: વરિષ્ઠ નાગરિકો અને સંસ્થાઓ સાથે બેઠક
- 27 જુલાઈ: ઉદ્ધવ ઠાકરેના જન્મદિને મેરેથોન
- 28 જુલાઈ: મહા આરતી
- 1 ઓગસ્ટ: મહામોરચા
આ સમાચાર પણ વાંચો : Mumbai train tragedy: રેલમંત્રીનો મોટો નિર્ણય, મુમ્બ્રા લોકલ અકસ્માત પછી શીખ્યા પાઠ, લોકલ કોચની આખી ડિઝાઇન બદલાશે, શું ફેરફારો થશે? જાણો
Maharashtra Politics:ગઠબંધન (Alliance)ની શક્યતા: રાજ અને ઉદ્ધવ એકમંચે?
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી છે. જો બંને ઠાકરે એકમંચે આવે, તો મરાઠી મતદારો માટે આ એક મોટું સંકેત બની શકે છે. ‘મરાઠી માણુસ’ નો મુદ્દો ફરીથી કેન્દ્રસ્થાને આવી શકે છે.