Rajya Sabha Power Shift રાજ્યસભામાં NDA નું વર્ચસ્વ 2/3 બહુમતી તરફ સરકારની આગેકૂચ, વિપક્ષી ગઠબંધન ચિંતામાં..

Rajya Sabha Power Shift રાજ્યસભામાં NDA ની સંખ્યા 151 પર પહોંચી, BJD અને YSRCP ની ભૂમિકા નિર્ણાયક

by kalpana Verat
Rajya Sabha Power Shift  રાજ્યસભામાં NDA નું વર્ચસ્વ 2/3 બહુમતી તરફ સરકારની આગેકૂચ, વિપક્ષી ગઠબંધન ચિંતામાં..

 

News Continuous Bureau | Mumbai

Rajya Sabha Power Shift સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાઈ ગયું છે. નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતૃત્વવાળા NDA ગઠબંધનનું પલ્લું ખૂબ જ મજબૂત બન્યું છે. હવે મોદી સરકાર માટે બંધારણીય સુધારાઓ (Constitutional Amendments) લાવવાનો રસ્તો વધુ સરળ બન્યો છે. જો સરકાર લોકસભાની બેઠકોમાં વધારો કે મહિલા અનામત જેવા મોટા બિલ લાવવા માંગતી હશે, તો રાજ્યસભાનું આ નવું સમીકરણ સરકાર માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.

Rajya Sabha Power Shift – NDA ની વર્તમાન તાકાત અને આંકડાકીય સ્થિતિ

હાલમાં 242 સભ્યોની રાજ્યસભામાં NDA ના પોતાના સાંસદોની સંખ્યા વધીને 141 થઈ ગઈ છે. આ ઉપરાંત, 10 નોમિનેટેડ અને અપક્ષ સાંસદોના સમર્થન સાથે આ આંકડો 151 પર પહોંચે છે, જે સામાન્ય બહુમતી માટે પૂરતો છે. જોકે, બે-તૃતીયાંશ (2/3) બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે NDA હજુ પણ 11 બેઠકો દૂર છે. આ સ્થિતિમાં ઓડિશાની BJD અને આંધ્રની YSRCP જેવી પ્રાદેશિક પાર્ટીઓ કિંગમેકરની ભૂમિકામાં છે, જેમના 9 સાંસદોનું સમર્થન મળતા આ આંકડો 160 સુધી પહોંચી શકે છે.

Rajya Sabha Power Shift – 164 નો જાદુઈ આંકડો અને ભવિષ્યની વ્યૂહરચના

પશ્ચિમ બંગાળની ત્રણ ખાલી બેઠકો પર પેટાચૂંટણીમાં ભાજપની જીત લગભગ નક્કી છે, જેનાથી NDA નો આંકડો 163 સુધી પહોંચવાની શક્યતા છે. વધુમાં, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સંભવિત આંતરિક બળવાને કારણે આગામી દિવસોમાં સમીકરણો વધુ બદલાઈ શકે છે. જો TMC ના કેટલાક સાંસદો રાજીનામું આપે તો રાજ્યસભામાં 2/3 બહુમતી માટે જરૂરી 164 નો આંકડો મેળવવો સરકાર માટે સરળ બની જશે.

Rajya Sabha Power Shift – લોકસભામાં અસલી પડકાર

રાજ્યસભામાં ભલે રસ્તો સાફ દેખાતો હોય, પરંતુ લોકસભામાં અસલી ચેલેન્જ યથાવત છે. વિપક્ષી ‘INDIA’ ગઠબંધનમાં TMC અને DMK જેવા મોટા પક્ષોમાં મચેલી આંતરિક ખેંચતાણથી NDA ને ચોક્કસપણે ફાયદો થયો છે. જો લોકસભા સ્પીકર દ્વારા ટીએમસી અને શિવસેના (UBT) ના બળવાખોર જૂથોના વિલયને માન્યતા મળે તો NDA ની તાકાત વધશે, પરંતુ 540 સભ્યોની લોકસભામાં બંધારણીય સુધારા માટે જરૂરી 360 નો આંકડો સ્પર્શવો એ સરકાર માટે હજુ પણ એક કઠિન પડકાર છે.

👉 આ સમાચાર વાચો:
Gold Price Crash ભારતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો ગ્રાહકો જૂનું સોનું વેચવા મજબૂર, 5 મહિનામાં 36,000 રૂપિયાનો કડાકો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More