Site icon

તૈયાર રહેજો! આગામી ૪૮ કલાકમાં વાતાવરણ ફરી બદલાશે, દેશના આ વિસ્તારોમાં વરસાદની આગાહી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશના કેટલાક રાજ્યોમાં આગામી 48 કલાક દરમિયાન વાતાવરણ ફરી બગડી શકે છે. કેટલાક વિસ્તારો માં વરસાદ થશે તો ક્યાંક ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના અનુસાર બે ફેબ્રુઆરીથી ફરીવાર શિયાળુ વરસાદનો તબક્કો શરૂ થયો છે. જે ૪-૫ ફેબ્રુઆરી સુધી યથાવત્‌ રહી શકે છે. પશ્ચિમ હિમાલિયન વિસ્તારમાં બુધવારથી શુક્રવારની વચ્ચે વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કરાવૃષ્ટિ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી કરાઇ છે. તો પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માં છૂટાછવાયા વરસાદના એંધાણ છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઉત્તર વિસ્તારમાં આકરી ઠંડીની સાથે વરસાદ પડી શકે છે. 

કાશ્મીરમાં કેટલાંક સ્થળોએ વાદળ છવાયેલા રહેવાને કારણે લઘુતમ તાપમાન વધ્યું છે. બુધવારથી આગામી ત્રણ દિવસ સુધી વ્યાપકરૂપે વરસાદ કે હિમવર્ષા થઇ શકે છે. શ્રીનગરમાં લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે ગત રાત્રીની સરખામણીમાં ત્રણ ડિગ્રી વધારે છે.

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો પણ મૃત્યુ આંક આજે વધ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા લાખ નવા કેસ આવ્યા; જાણો આજે કેટલા લોકોઈ ગુમાવ્યો જીવ 

હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. પૂર્વ ભારતમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ધીમે-ધીમે બેથી ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે. દેશના કેટલાંક રાજ્યોમાં આગામી ૪૮ કલાક દરમિયાન વાતાવરણ ફરી બગડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો ક્યાંક ઠંડીમાં વધારો થશે.

Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Manipur clashes: મણિપુરના ચુરાચાંદપુરમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, અથડામણમાં UKNAના આટલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા
Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
Diabetes Food: ભારતીય રેલવે પ્રવાસમાં ‘શુગર’ નહીં વધે! હવે ડાયાબિટીસના દર્દીઓને ‘આ’ ટ્રેનોમાં મળશે ‘ડાયાબેટિક ફૂડ’!
Exit mobile version