Postal Services : ટપાલ સેવાને લગતા પ્રશિનોના નિરાકરણ માટે ડાક અદાલત..

Postal Services : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત રિજીયન કચેરી, ડાક ભવન, પવનવીર અપાર્ટમેન્ટની સામે, વડોદરા - 390002 ખાતે તારીખ 13.10.2023 ને શુક્રવારના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

by Akash Rajbhar
Postal Court for settlement of issues relating to postal service

News Continuous Bureau | Mumbai

Postal Services : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત(South Gujarat) રિજીયન કચેરી, ડાક ભવન, પવનવીર અપાર્ટમેન્ટની સામે, વડોદરા – 390002 ખાતે તારીખ 13.10.2023 ને શુક્રવારના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું(postal court) આયોજન કરવામાં આવેલ છે.  આ અદાલતમાં નિતિવષયક મુદા સિવાયની ટપાલ સેવાને લગતી ફરિયાદો સાંભળી, નિકાલ કરવામાં આવશે. ટપાલસેવા અંગે રજુ કરવાની ફરિયાદો શ્રીમાન ડી.બી. વરદાની, એડી (મેલ્સ એન્ડ એસ્ટાબ્લીસમેંટ), પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, પ્રતાપગંજ(Pratapganj), વડોદરા – 390002ના સરનામે મોડામાં મોડી તા. 11.10.2023 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે, નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરુરી છે. નીતિવિષયક મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

આ સમાચાર પણ વાંચો : Chattisgarh : પ્રધાનમંત્રી એ છત્તીસગઢના બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં દર્શન અને પૂજા કરી..

Join Our WhatsApp Community

You may also like