News Continuous Bureau | Mumbai
Postal Service: ટપાલ સેવાને લગતા પ્રશ્નોના ( questions ) નિરાકરણ માટે ( Senior Superintendent of Post Office ) સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ( Post Office ) , શહેર વિભાગ-38009ની કચેરી ખાતે તા. 26-10-2023ના રોજ 16.00 કલાકે ડાક અદાલતનું ( Postal Court ) આયોજન કરવામાં આવેલ છે.
અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મનીઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), આકાશવાણી ઓફિસ નજીક, ઈન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009ને મોકલવી જેથી નિયત તારીખ 20-10-2023 સુધી અત્રે કચેરી એ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહિં.
આ સમાચાર પણ વાંચો: Israel-Hamas War : આ હીરોને સલામ! હમાસના આતંકવાદીઓથી પરિવારને બચાવવા એક પિતાએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. જુઓ વિડીયો..
ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહિં. તદુપરાંત ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.