News Continuous Bureau | Mumbai
Postal Department : ભારતના માનનીય રાષ્ટ્રપતિ કાર્યાલય ( President Office ) દ્વારા સ્વતંત્રતા દિવસ-2024 ના અવસર પર રાષ્ટ્રપતિ ભવનમાં ‘એટ હોમ રિસેપ્શન’ માં હાજરી આપવા માટે આમંત્રણ પત્રો વિશેષ મહેમાનોના સરનામે વિતરિત કરવા માટે સ્પીડ પોસ્ટ દ્વારા બુક કરવામાં આવેલ.
પોતાના વ્યાપક નેટવર્ક અને વિશ્વસનીય સેવાઓ માટે જાણીતા પોસ્ટ વિભાગ ને ( India Post ) આ આમંત્રણ પત્રો ની સમયસર અને સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી. આ કાર્ય ઉત્કૃષ્ટતા પ્રતિ પોસ્ટ વિભાગની પ્રતિબદ્ધતા અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમોની સુવિધામાં તેની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે.
ભારતના સરકાર ના રાજકીય ચિન્હ ધરાવતું આમંત્રણ પત્ર ( At Home Reception ) આ પ્રસંગનું મહત્વ અને ભવ્યતા દર્શાવે છે. પોસ્ટ વિભાગે આ આમંત્રણો પત્રો ને પહોંચાડવામાં સાવચેતીપૂર્વક કાળજી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતાં વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય.
સુરક્ષા અને ગોપનીયતાના સર્વોચ્ચ ધોરણો જાળવતા સુપરવાઇઝરી અધિકારીની સાથે પોસ્ટમેન દ્વારા નીચેના મહાનુભાવોને વિશેષ વિતરણ કરવામાં આવ્યું.

Postman working.. ‘At home’ reception organized at Rashtrapati Bhavan, Post department delivered the invitation cards of these guests on time to the address..
- ડૉ. પ્રાંજલ મોદી, ડિરેક્ટર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સેઝ, સિવિલ હોસ્પિટલ કૅમ્પસ, અસારવા, અમદાવાદ-380016
Postman working.. ‘At home’ reception organized at Rashtrapati Bhavan, Post department delivered the invitation cards of these guests on time to the address..
- શ્રી નરેશભાઈ જોગારામ પરમાર, મોટો ઠાકોર વાસ, કોચરબ, ગામ-પાલડી, અમદાવાદ-380007
Postman working.. ‘At home’ reception organized at Rashtrapati Bhavan, Post department delivered the invitation cards of these guests on time to the address..
- શ્રી જોરાવરસિંહ જાદવ, લોક કલાકાર, પ્રોફેસર કોલોની, વિજય ક્રોસ રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009
ઉપરોક્ત આમંત્રિત ( Invitation letters ) મહેમાનો પોસ્ટ દ્વારા આમંત્રણ મેળવીને ખૂબ આનંદિત થયા અને તેમણે સ્વતંત્રતા દિવસ-2024 ( Independence Day-2024 ) ના અવસર પર રાષ્ટ્રપતિ ભવનમાં ‘એટ હોમ રિસેપ્શન’ માં હાજરી આપવા માટે ભારતના માનનીય રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ પ્રાપ્ત કરવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.