Site icon

જમ્મુ-કાશ્મીર: આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે વિસ્ફોટ ના અવાજથી ચકચાર, SSP પહોંચ્યા ઘટના સ્થળે

જમ્મુ-કાશ્મીરના સન્યાલ વિસ્તારમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હોવાની માહિતી સામે આવી છે. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે હીરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાન્યાલ વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળવામાં આવ્યો છે.

Powerful blast creates crater near International Border with Pakistan in Jammu and kashmir

જમ્મુ-કાશ્મીર: આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે વિસ્ફોટ ના અવાજથી ચકચાર, SSP પહોંચ્યા ઘટના સ્થળે

  News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના સન્યાલ વિસ્તારમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હોવાની માહિતી સામે આવી છે. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે હીરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાન્યાલ વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ હીરાનગરના SSP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે હાજર છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.

Join Our WhatsApp Community

થોડા સમય પહેલા નરવાલ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો

આ પહેલા 21 જાન્યુઆરીની સવારે જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 7 લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલો બ્લાસ્ટ સવારે લગભગ 11:00 વાગ્યે ટ્રાન્સપોર્ટ નગરના વોર્ડ નંબર 7માં થયો હતો. તેના માત્ર 15 થી 20 મિનિટ પછી, તે જ વિસ્તારમાં બીજો બોમ્બ વિસ્ફોટ થયો. પ્રાથમિક તપાસમાં આ બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. આતંકવાદીઓએ પહેલો વિસ્ફોટ જોવા આવેલા ભીડ અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે બીજો વિસ્ફોટ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  હવે સાવરકર પર ટિપ્પણી નહીં કરે રાહુલ ગાંધી, શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ઉકેલ્યો

 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version