231
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર
જમીન પરથી જમીન પર માર કરતી પ્રલય મિસાઈલનુ આજે ફરી એક વખત સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે.
આ મિસાઈલનુ ઓરિસ્સા તટ પર ડો.અબ્દુલ કલામ ટાપુ પરથી પરીક્ષણ કરાયુ છે. ભારતના ઈતિહાસમાં આવુ પહેલી વખત થયું છે.
આ મિસાઈલ 150 કિમીથી માંડીને 500 કિલોમીટર સુધીનુ લક્ષ્ય ભેદવા માટે સક્ષમ છે.
આજે સતત બીજા દિવસે તેના સફળ પરિક્ષણ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને મિસાઈલ સાથે જોડાયેલી ટીમને અભિનંદન આપતા કહ્યુ હતુ કે, આજે મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતે મેળવી છે.
આ પ્રલય મિસાઈલ ચીનની બેલેસ્ટિક મિસાઈલનો સામનો કરવા માટે સક્ષમ છે.તેને જમીન પરથી અને સાથે સાથે મોબાઈલ લોન્ચપેડ પરથી પણ લોન્ચ કરી શકાય છે.
પ્રલય મિસાઈલમાં સોલિડ ફ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે.જેમાં અત્યાધુનિક નેવિગેશન ટેકનિકનો ઉપયોગ કરાયો છે.
You Might Be Interested In