ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ફેફસાની સારવાર લઇ રહેલા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી. નોંધનીય છે કે, તેઓ ફેફસાનું ઓપરેશન કરાવ્યા બાદ તેઓ કોમામાં હતા અને તેઓ કોરોના થી સંક્રમિત હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા પ્રણવદાનો જન્મ 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો અને તેઓ દેશના 13માં રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને 2012ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા 22 જૂલાઈ, 2012ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા. પ્રણવ મુખર્જી 2012 થી 2017 સુધી ભારતના 13 મા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સાથે તેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
