Site icon

પ્રશાંત કિશોરે કરી નાખી આવી ભવિષ્યવાણીઃ દેશમાં વર્ષો સુધી મજબૂત રહેશે આ પક્ષ. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.
શુક્રવાર. 
ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવાના છે એવી લાંબા સમય સુધી અટકળો ચાલી રહી હતી એ વચ્ચે પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ એવા ભ્રમમાં છે કે મોદીની શક્તિ ખતમ થઈ જશે.
લોકસભાની 2024માં થનારી ચૂંટણીમાં વિરોધપક્ષને એક કરવાના પ્રયાસ કરી રહેલા પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી છે કે આગામી દાયકા સુધી દેશમાં ભાજપનો દબદબો રહેશે. વર્ષો સુધી વિરોધપક્ષે ભાજપ સામે લડતા રહેવું પડશે.
વિરોધ પક્ષને ભાજપની તાકતનો પરચો કરવાની સાથે જ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને પણ આડે હાથ લીધા હતા. નરેન્દ્ર મોદીના યુગનો અંત આવે એની રાહ જોવી એક ભૂલ રહેશે.  ભાજપ ફક્ત મોદી લહેર સુધી જ સત્તામાં રહેશે એવો  તેમને ભ્રમ હોવાની ટીકા પણ પ્રશાંત કિશોરે કરી હતી.

એલર્ટ! રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ ખતરાને લઈને આપી ચેતવણી, કહ્યું ભારતને બનાવવી પડશે નવી રણનીતિ!
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસ(ટીએમસી)ને વિધાનસભાની ચૂંટણીમાં જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે તેઓ હવે મમતા બેનર્જી સાથે કામ નહીં કરે. છતાં પડદા પાછળ રહીને તેઓ હજી પણ તેમની સાથે છે.  તેઓએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. રાહુલ ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે આ બાબતે ચર્ચા પણ કરી હોવાનું કહેવાય છે. જોકે આ વાત આગળ નહીં વધતા પ્રશાંત ફરી ટીએમસી માટે કામ કરી રહ્યા છે.

 

Join Our WhatsApp Community
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version