Site icon

National Space Day: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીમાં રહ્યાં ઉપસ્થિત, આ વિજેતાઓને એવોર્ડ કર્યા એનાયત.

National Space Day: ભારતના અવકાશ ક્ષેત્રની પ્રગતિ અસાધારણ છે. મર્યાદિત સંસાધનો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયેલું મંગળ અભિયાન હોય કે પછી એક સાથે 100થી વધુ ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ હોય, આપણે ઘણી પ્રભાવશાળી સિદ્ધિઓ હાંસલ કરી છે.: દ્રોપદી મુર્મુ

President Draupadi Murmu was present at the first National Space Day celebrations, presenting awards to these winners

President Draupadi Murmu was present at the first National Space Day celebrations, presenting awards to these winners

News Continuous Bureau | Mumbai

National Space Day: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ ( Droupadi Murmu ) આજે (23 ઓગસ્ટ, 2024) નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીમાં સામેલ થયા. 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રની સપાટી પર ‘વિક્રમ’ લેન્ડરના સફળ ઉતરાણની યાદમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે ‘રોબોટિક્સ ચેલેન્જ’ ( Robotics Challenge ) અને ‘ભારતીય અંતરિક્ષ હેકાથોન’ના ( Indian Space Hackathon ) વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા. 

Join Our WhatsApp Community

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઇસરોએ ( ISRO ) તેના શરૂઆતના દિવસોથી જ એક અદ્ભુત સફર કરી છે. તેણે અવકાશ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. આ સાથે ઈસરોએ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે સમર્પિત વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી, જેમણે લઘુતમ સંસાધનોનો ઉપયોગ કરીને ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમને દુનિયાનાં શ્રેષ્ઠ અંતરિક્ષ કાર્યક્રમોમાં સ્થાન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણો દેશ અવકાશ વિજ્ઞાનમાં સતત પ્રગતિ કરશે અને આપણે શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કરવાનું ચાલુ રાખીશું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના અવકાશ ક્ષેત્રની પ્રગતિ અસાધારણ છે. મર્યાદિત સંસાધનો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયેલું મંગળ અભિયાન હોય કે પછી એક સાથે 100થી વધુ ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ હોય, આપણે ઘણી પ્રભાવશાળી સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે અવકાશ સંશોધનથી મનુષ્યની ક્ષમતાઓમાં વધારો થયો છે અને આપણી કલ્પનાશીલતાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી છે. પરંતુ અવકાશ સંશોધન એક પડકારજનક કાર્ય છે. અવકાશ સંશોધન દરમિયાન સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા સંશોધન વિજ્ઞાનના વિકાસને વેગ આપે છે અને માનવ જીવનમાં સુધારો કરે છે. અવકાશ ક્ષેત્રના વિકાસથી ઘણાં ક્ષેત્રોને લાભ થયો છે, જેમાં સ્વાસ્થ્ય અને ચિકિત્સા, પરિવહન, સુરક્ષા, ઊર્જા, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સામેલ છે.

આ સમાચાર પણ વાંચોઃ  Amit Shah Repco Bank: આ બેંકે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને રૂ. 19.08 કરોડનો ડિવિડન્ડ ચેક કર્યો અર્પણ.

રાષ્ટ્રપતિએ ધ્યાન દોર્યું હતું કે અવકાશ ક્ષેત્રને ( space sector ) ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂકવાની સાથે, સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં ખૂબ જ ઝડપી ગતિએ વધારો થયો છે. તેનાથી ન માત્ર અંતરિક્ષ સંશોધનમાં પ્રગતિ થઈ છે, પરંતુ આપણા યુવાનોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા અને નિખારવા માટે નવી તકો પણ મળી છે. તેમને એ જાણીને આનંદ થયો કે થોડા મહિના પહેલાં જ એક ભારતીય કંપનીએ સિંગલ પીસ થ્રીડી પ્રિન્ટેડ સેમી ક્રાયોજેનિક એન્જિનથી ચાલતું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જે આ પ્રકારની પ્રથમ સિદ્ધિ હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું પડશે. અવકાશી કાટમાળ અવકાશ મિશન માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમણે ‘સેફ એન્ડ સસ્ટેઇનેબલ ઓપરેશન્સ મેનેજમેન્ટ માટે ઇસરો સિસ્ટમ’ સુવિધાની પ્રશંસા કરી હતી, જેનું સંચાલન અવકાશ સંશોધન પ્રવૃત્તિઓની સતત પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. તેમને એ જાણીને પણ આનંદ થયો કે ભારત વર્ષ 2030 સુધીમાં તેના તમામ અંતરિક્ષ મિશનને કાટમાળ મુક્ત બનાવવા માટે આગળ વધી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version