News Continuous Bureau | Mumbai
Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MNIT)ના ( MNIT Jaipur ) 18મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી
આ પ્રસંગે ( Convocation Ceremony ) બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે NITની સ્થાપના દેશમાં ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. તેઓ કુશળ અને સક્ષમ માનવ સંસાધન પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. NIT ના મહત્વને ધ્યાનમાં રાખીને, તેમને ‘રાષ્ટ્રીય મહત્વની સંસ્થા’નો દરજ્જો આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે NITમાં અડધા વિદ્યાર્થીઓ તેમના ગૃહ રાજ્યમાંથી આવે છે, જ્યારે બાકીના અડધા અખિલ ભારતીય રેન્કિંગના આધારે અન્ય રાજ્યોમાંથી આવે છે. આમ, જ્યાં એક તરફ આ પ્રણાલી સ્થાનિક પ્રતિભાઓને ખીલવાની તક પૂરી પાડે છે, તો બીજી તરફ તે દેશની ‘વિવિધતામાં એકતાની ભાવના’ને મજબૂત કરવાનું પણ કામ કરે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે NIT જેવી ટેકનિકલ સંસ્થાઓ ભારતને સંશોધન અને નવીનતાનું હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એમએનઆઈટી ખાતે સ્થપાયેલ ઈનોવેશન અને ઈન્ક્યુબેશન સેન્ટરે અત્યાર સુધીમાં અનેક સ્ટાર્ટ-અપ કાર્યક્રમો હાથ ધર્યા છે જેનો મોટી સંખ્યામાં સહભાગીઓને ફાયદો થયો છે તેની તેમને ખુશી થઈ. MNIT ના ઇન્ક્યુબેશન સેન્ટરમાં લગભગ 125 સ્ટાર્ટ-અપ્સ નોંધાયા છે, જે રોજગારીની નવી તકો પણ ઉભી કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં પડકારોની સાથે નવી તકો પણ ઊભી થઈ રહી છે. આ તકોનો લાભ લેવા અને ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રણી રાષ્ટ્ર બનાવવામાં આપણી ટેકનિકલ સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે MNIT ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એન્જિનિયરિંગ વિભાગની સ્થાપના સમયની માંગને અનુરૂપ પોતાની જાતને અનુકૂલિત કરવાની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
President Droupadi Murmu graced the 18th convocation of Malaviya National Institute of Technology (MNIT) Jaipur. The President said that technical institutes like NITs play an important role in making India a research and innovation hub. pic.twitter.com/R2skrkOMkk
— President of India (@rashtrapatibhvn) September 18, 2024
રાષ્ટ્રપતિને એ નોંધતા આનંદ થયો કે MNIT ને NIRF ઇન્ડિયા રેન્કિંગ્સ 2024ની ‘એન્જિનિયરિંગ કેટેગરી’માં દેશની ટોચની 50 સંસ્થાઓમાં સ્થાન મળ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે MNITની ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ MNITને દેશની ટોચની 10 સંસ્થાઓમાં લાવવા માટે સખત મહેનત કરશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire : અંધેરીના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આગ, આકાશમાં દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા; જુઓ વીડિયો..
રાષ્ટ્રપતિએ કહ્યું કે સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે જ નહીં, પરંતુ આપણી દીકરીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં STEMM માં છોકરીઓની નોંધણી વધી છે. તેમને એ જાણીને આનંદ થયો કે આ કોન્વોકેશનમાં 20 ગોલ્ડ મેડલમાંથી 12 ગોલ્ડ મેડલ ગર્લ સ્ટુડન્ટ્સે જીત્યા હતા, જ્યારે કુલ સ્નાતક વિદ્યાર્થીઓમાંથી માત્ર 29 ટકા છોકરીઓ હતી. તેમણે કહ્યું કે મેડલ વિજેતાઓમાં છોકરીઓનું આ પ્રમાણ એ વાતનો પુરાવો છે કે જો તેમને સમાન તકો આપવામાં આવે તો તેઓ વધુ શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે.
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ હવે તેમના જીવનના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. તેમને નવા પડકારો અને તકોનો સામનો કરવો પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે MNITમાં મેળવેલા જ્ઞાન અને કૌશલ્યોથી તેઓ પડકારોનો સામનો કરી શકશે અને ઉભરતી તકોનો લાભ લઈ શકશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)