News Continuous Bureau | Mumbai
President Droupadi Murmu : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 12 થી 14 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ગુજરાત ( Gujarat ) અને રાજસ્થાન ( Rajasthan ) ની મુલાકાત લેશે.
12 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ ગુજરાતના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે 200મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહનું સન્માન કરશે. તે જ દિવસે, તેઓ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના 20મા દીક્ષાંત સમારોહને સંબોધશે.
આ સમાચાર પણ વાંચો : Semiconductor Plant: વધુ એક વખત ઇઝરાયેલ ભારતની પડખે, સેમિકન્ડક્ટર સંદર્ભે આ નિર્ણય લીધો…
13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, વલસાડની મુલાકાત લેશે. તેઓ ધરમપુર ખાતે ગુજરાતના PVTGના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે.
14 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ રાજસ્થાનના બેનેશ્વર ધામ ખાતે વિવિધ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી આદિવાસી મહિલાઓના મેળાવડાને સંબોધિત કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.