પીએમ મોદી બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરાનાની રસી મુકાવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો હતો.
રામનાથ કોવિંદે દુનિયામાં સૌથી મોટાપાયે રસીકરણ ઝુંબેશ ચલાવવા બદલ ડોક્ટર, નર્સ, હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો.
ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથસિંહ, સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પણ રસી મુકાવી હતી.