Site icon

International Day of Persons with Disabilities: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કર્યા પ્રદાન, કહ્યું ‘દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે..’

International Day of Persons with Disabilities: ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા

News Continuous Bureau | Mumbai

International Day of Persons with Disabilities:  ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસના અવસર પર નવી દિલ્હીમાં વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા.  

Join Our WhatsApp Community

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પુરસ્કારો દૂરગામી સામાજિક મહત્વ ધરાવે છે. તેમનું અનુકરણ કરીને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણની દિશામાં આગળ વધી શકે છે.

આ વર્ષના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસની ( International Day of Persons with Disabilities ) થીમ ‘સમાવેશક અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવા’નો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, તેમના કૌશલ્યોનો વિકાસ કરવો, રોજગારી પૂરી પાડવી, તેમના ઉત્પાદનોની ખરીદી કરવી, અને માર્કેટિંગ સુવિધાઓ પ્રદાન કરીને તેમની નેતૃત્વ ક્ષમતામાં વધારો કરવો જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સમગ્ર માનવતાએ દિવ્યાંગજનોને ( National Award ) સહજ અને સમાન અનુભવ કરાવવો જોઈએ. તેમને દરેક રીતે અવરોધ મુક્ત વાતાવરણ પૂરું પાડવું એ સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ. ખરા અર્થમાં તે સમાજ જ સંવેદનશીલ કહી શકાય જેમાં દિવ્યાંગજનોને સમાન સુવિધાઓ અને તકો મળે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દિવ્યાંગ ( Disability Day ) હોવું એ કોઈ પણ પ્રકારની ખોટ નથી. તે એક ખાસ સ્થિતિ છે. દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે, તેમને દયાની નહીં, સંવેદનશીલતાની જરૂર છે, તેમને વિશેષ ધ્યાનની નહીં, સ્વભાવિક સ્નેહની જરૂર છે. સમાજે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ સમાજના અન્ય સભ્યો સાથે સમાનતા, પ્રતિષ્ઠા અને આદર અનુભવે છે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Wildlife Population: ‘પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ’ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય, રાજ્યમાં મોર, દીપડા સહિત ૨૧ પ્રજાતિઓની નોંધાઈ આટલા લાખથી વધુ વસ્તી..

રાષ્ટ્રપતિએ કહ્યું કે અન્ય વ્યક્તિની જેમ કામ કરવાની તક દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ અને અર્થપૂર્ણ જીવન જીવવાની ભાવના જગાડે છે. આમ, રોજગાર, સાહસ અને આર્થિક સશક્તિકરણ દ્વારા તેમના જીવનને ઉમદા બનાવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version