News Continuous Bureau | Mumbai
Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (20 જૂન, 2024) નવી દિલ્હીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્સન્સ વિથ ફિઝિકલ ડિસેબિલિટીઝની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે દિવ્યાંગ બાળકો ( Disabled children ) અને વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો અને તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો. તેમણે નવીનીકૃત પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ સેન્ટરની પણ મુલાકાત લીધી અને દર્દીઓ સાથે વાતચીત કરી.
ઉપસ્થિત લોકોને સંબોધતા રાષ્ટ્રપતિએ ( President Of India ) જણાવ્યું કે, કોઈ દેશ કે સમાજની પ્રગતિને તે દેશ કે સમાજના લોકો દ્વારા દિવ્યાંગજનો ( disabilities ) પ્રત્યે દર્શાવેલી સંવેદનશીલતા પરથી માપી શકાય છે. તેમણે કહ્યું કે સંવેદનશીલતા અને સર્વસમાવેશકતા આપણી સંસ્કૃતિ અને સભ્યતાના અભિન્ન અંગો છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, જ્યારે આપણા પ્રયત્નો દિવ્યાંજનની જરૂરિયાતોને સમાવવા અને સંવેદનશીલ હોય ત્યારે કોઈ પણ શારીરિક સ્થિતિ સામાન્ય જીવન જીવવામાં અવરોધ બની શકે નહીં. તેમણે તે જાણીને આનંદ થયો કે દિવ્યાંગજનો પોતાના કૌશલ્ય અને પ્રતિભાથી દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. તેમણે દીપા મલિક, અરુણિમા સિન્હા અને અવની લેખરા જેવા ખેલાડીઓ અને કે.એસ. રાજન્ના જેવા સામાજિક કાર્યકરોના ઉદાહરણો આપ્યા અને કહ્યું કે આવા તમામ લોકો તે વાતનું ઉદાહરણ છે કે સમર્પણ અને દ્રઢ સંકલ્પની સાથે, કોઈ પણ વ્યક્તિ દરેક પ્રકારની શારીરિક મર્યાદાઓને પાર કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Taloja Godown Fire: નવી મુંબઈના આ વિસ્તારના ભંગારના ગોદામમાં ફાટી નીકળી ભીષણ આગ, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો; વીડિયો
રાષ્ટ્રપતિએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્સન્સ વિથ ફિઝિકલ ડિસેબિલિટીઝ ( Pandit Deendayal Upadhyaya National Institute for Persons with Physical Disabilities ) છેલ્લા ઘણા દાયકાઓથી વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે કામ કરી રહી છે. તેમણે દિવ્યાંગજનોના સામાજિક-આર્થિક સશક્તિકરણની દિશામાં કામ કરવા બદલ સંસ્થા સાથે સંકળાયેલા તમામ લોકોની પ્રશંસા કરી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
