425			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભારતના આગામી ચીફ જસ્ટીસની નિમણુક કઈ છે. જસ્ટીસ નાથલાપતિ વેંકટ રમન્ના ભારતના ૪૮મા ચીફ જસ્ટીસ બનશે. રાષ્ટ્રપતિ તરફથી મહોર મળ્યા બાદ હવે જસ્ટિસ એન. વી. રામન્ના ૨૪ એપ્રિલે ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે.
ઉલ્લેખનીય છે કે હાલના ભારતના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેનો કાર્યકાળ ૨૩ એપ્રિલ ૨૦૨૧નાં રોજ પૂર્ણ થવાનો છે, તેથી જ તેમણે વરિષ્ઠતાના ધોરણે જસ્ટિસ એન. વી. રામન્નાના નામની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી હતી.
આને કહેવાય સંતાકુકડી :CBI દિલ્હીથી પહોંચી મુંબઈ અને અનિલ દેશમુખ પહોંચ્યા દિલ્હી.
જસ્ટિસ એન. વી. રામન્નાનો કાર્યકાળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ સુધીનો છે, જે છેલ્લાં દસકાનો સૌથી લાંબો કાર્યકાળ છે.
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        
