ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અયોધ્યા
30 જુલાઈ 2020
કહેવાય છે કે સારા કામમાં સો વિઘ્ન આવે. અયોધ્યામાં 5 ઓગસ્ટે ભૂમિપૂજન માટેની તૈયાર ચાલી રહી છે. એવાં સમયે રામલાલાના પૂજારી સહિત સુરક્ષામાં રોકાયેલા એક ડઝનથી વધુ પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ બહાર આવ્યા બાદ તમામ લોકોને સારવાર માટે ખસેડાયા છે. સંપર્કમાં રહેલા લોકોના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે.
રામજન્મભૂમિમાં 5 ઓગસ્ટે ભૂમિપૂજન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન માટે પહોંચી રહ્યા છે. અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ડેપ્યુટી મુખ્યમંત્રી સુધી તમામ લોકો અયોધ્યાનું નિરીક્ષણ કરી તૈયારીઓની સમીક્ષા કરી રહયાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ જન્મભૂમિના સહાયક પુજારીની તબિયત લથડતાં તેમના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ સાથે સુરક્ષામાં રોકાયેલા પોલીસકર્મીઓની પણ તપાસ કરવામાં આવી હતી. ગુરુવારે પુજારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે હંગામો થયો હતો…
કોરોના ચેપ લાગ્યો હતો, તે પૂજારી પ્રદીપ દાસ, રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસના સહાયક છે. મુખ્ય પૂજારી સાથે અન્ય ચાર પુજારીઓ રામ લાલાની દરરોજ સેવા કરે છે. પ્રદીપદાસને કોરોના પોઝિટિવ મળ્યા બાદ પ્રશાસને નિર્ણય કર્યો છે કે મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને અન્ય ત્રણ પૂજારીઓનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવશે. સાથે જ જે દિવસે વડાપ્રધાન આવશે તે દિવસે બીજા કયા પૂજારીને સેવામાં મૂકી શકાય તેની પણ ચર્ચા હાલ ચાલી રહી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com