Site icon

Karmayogi Saptah PM Modi: PM મોદીએ ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો કર્યો પ્રારંભ, સિવિલ સર્વિસીસ પ્રશિક્ષણ સંસ્થાઓને કરી આ અપીલ .

Karmayogi Saptah PM Modi: નેશનલ લર્નિંગ વીક દરમિયાન નવા શિક્ષણથી 2047 સુધીમાં વિકસિત ભારતનું અમારું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે: પીએમ. પીએમએ નવીન વિચારસરણી અને નાગરિક-કેન્દ્રિત અભિગમને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. પીએમએ સિવિલ સર્વિસીસ પ્રશિક્ષણ સંસ્થાઓને વાતચીત કરવા, એકબીજા પાસેથી શીખવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા વિનંતી કરી. મહત્વાકાંક્ષી ભારતની પ્રગતિ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સફળતાપૂર્વક ઉપયોગ કરવાથી પરિવર્તનકારી બદલાવ થઈ શકે છે: પીએમ

Prime Minister launched Karmayogi Saptah - National Education Week

Prime Minister launched Karmayogi Saptah - National Education Week

News Continuous Bureau | Mumbai

Karmayogi Saptah PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો. 

Join Our WhatsApp Community

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી ( Karmayogi Saptah ) મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) છેલ્લાં 10 વર્ષમાં સરકારની માનસિકતા બદલવા માટે લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરી હતી, જેની અસર અત્યારે લોકો અનુભવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, સરકારમાં કામ કરતા લોકોનાં પ્રયાસો અને મિશન કર્મયોગી જેવા પગલાઓની અસરને કારણે આ શક્ય બન્યું છે.

પ્રધાનમંત્રીએ ( Karmayogi Saptah PM Modi ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને એક તક તરીકે જુએ છે, ત્યારે ભારત માટે તે એક પડકાર અને તક બંને પ્રસ્તુત કરે છે. તેમણે બે એઆઈ વિશે વાત કરી હતી, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજો મહત્વાકાંક્ષી ભારત. પ્રધાનમંત્રીએ બંને વચ્ચે સંતુલન જાળવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સફળતાપૂર્વક ઉપયોગ કરીને મહત્ત્વાકાંક્ષી ભારતની પ્રગતિને વેગ આપીશું, તો તેનાથી પરિવર્તનલક્ષી પરિવર્તન આવી શકે છે.

પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ અને સોશિયલ મીડિયાની અસરને કારણે માહિતીની સમાનતા એક સામાન્ય બાબત બની ગઈ છે. એઆઈ સાથે, ઇન્ફર્મેશન પ્રોસેસિંગ પણ એટલું જ સરળ બની રહ્યું છે, જે નાગરિકોને માહિતગાર બનાવે છે અને તેમને સરકારની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સશક્ત બનાવે છે. તેથી, સનદી અધિકારીઓએ પોતાને નવીનતમ તકનીકી વિકાસથી વાકેફ રાખવાની જરૂર છે જેથી વધતા જતા ધોરણોને પહોંચી વળવા માટે, જેમાં મિશન કર્મયોગી મદદરૂપ સાબિત થઈ શકે.

તેમણે નવીન વિચારસરણી અને નાગરિક-કેન્દ્રિત અભિગમને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નવા વિચારો મેળવવા માટે સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ એજન્સીઓ અને યુવાનોની મદદ લેવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિભાગોને પ્રતિસાદ મિકેનિઝમની સિસ્ટમ રાખવા વિનંતી કરી.

આ સમાચાર પણ વાંચો :  Jharkhand Assembly Election: ઝારખંડ ચૂંટણી માટે ભાજપે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

પ્રધાનમંત્રીએ આઇજીઓટી પ્લેટફોર્મની ( iGoT Karmayogi Platform ) પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્લેટફોર્મ પર 40 લાખથી વધારે સરકારી કર્મચારીઓએ નોંધણી કરાવી છે. 1400થી વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને વિવિધ અભ્યાસક્રમોમાં પૂર્ણ થવાના 1.5 કરોડથી વધુ પ્રમાણપત્રો અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થયા છે.

પ્રધાનમંત્રીએ ( Karmayogi Saptah National Education Week ) નોંધ્યું હતું કે, સિવિલ સર્વિસીસ તાલીમ સંસ્થાઓ સાઇલોમાં કામ કરવાનો ભોગ બની છે. તેમણે કહ્યું કે અમે તેમની વચ્ચે ભાગીદારી અને સહયોગ વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તાલીમ સંસ્થાઓને સંચારની યોગ્ય ચેનલો સ્થાપિત કરવા, એકબીજા પાસેથી શીખવા, ચર્ચા કરવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા તથા સંપૂર્ણ સરકારી અભિગમ વિકસાવવા અપીલ કરી હતી.

મિશન કર્મયોગીની શરૂઆત સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી હતી, જેમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે ભારતીય નૈતિકતામાં મૂળ ધરાવતી ભવિષ્ય માટે તૈયાર નાગરિક સેવાની કલ્પના કરવામાં આવી હતી. નેશનલ લર્નિંગ વીક (એનએલડબલ્યુ) સિવિલ સર્વન્ટ્સ માટે વ્યક્તિગત અને સંગઠનાત્મક ક્ષમતાના વિકાસ માટે નવી ગતિ પ્રદાન કરશે, જે “એક સરકાર” સંદેશનું સર્જન કરશે અને દરેકને રાષ્ટ્રીય લક્ષ્યાંકો સાથે સાંકળશે અને આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
C.P. Radhakrishnan: તમિલનાડુના મોદીનો મેજિક ચાલ્યો! RSSના સ્વયંસેવકથી ઉપરાષ્ટ્રપતિ સુધી રાધાકૃષ્ણનની આવી રહી સફર
C.P. Radhakrishnan: ઉપપ્રમુખ તરીકે સીપી રાધાકૃષ્ણનની સત્તા, જાણો તેમની જવાબદારીઓ, સુવિધાઓ વિશે
Exit mobile version