ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આજે અહમદનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના પ્રતિબંધ માટે લેવામાં આવેલા નિવારક પગલાંની નોંધ લીધી હતી. વડા પ્રધાન મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશના પસંદ કરેલા જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. આ સમયે અહમદનગરના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર ભોસલેએ વડા પ્રધાનને જિલ્લામાં લેવાયેલાં પગલાં, કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશોની સફળ અમલબજવણી, મારું કુટુંબ, મારી જવાબદારી અભિયાનના વ્યાપક અમલીકરણ વગેરે અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ તેમ જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, આરોગ્યપ્રધાન રાજેશ ટોપે અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ રાજ્યોના પસંદગી પામેલા જિલ્લા કલેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મુખ્યાલયથી જિલ્લા કલેક્ટર ડૉ. ભોસલે સાથે જિલ્લા પોલીસ અધીક્ષક મનોજ પાટીલ પણ હાજર હતા. ડૉ. ભોસલેએ દર્દીઓની સંખ્યા, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય, મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પરિષદ તેમ જ અન્ય તમામ એજન્સીઓના સહયોગથી લેવામાં આવતાં પગલાં, જિલ્લામાં પહેલી લહેર દરમિયાન થયેલા પ્રયત્ન અને બીજી લહેર માટે કરાયેલી ઉપાય યોજના વિશે વડા પ્રધાનને માહિતગાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ જિલ્લા કલેક્ટર ડૉ. ભોસલેને ખૂબ ધ્યાનથી સાંભળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે ડૉ. ભોસલેની સરાહના કરી હતી.