વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ રાજીનામું આપ્યું છે.
તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
તેઓ બિહાર કેડરના આઈએએસ નિવૃત અધિકારી છે. તેમણે ગ્રામીણ વિકાસ સચિવ તરીકે પણ સેવાઓ આપી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સામાજિક ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ સંભાળતા હતા. તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો.
