ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અચાનક લેહ લદ્દાક પહોંચી ગયા હતા અને ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. પાછલા ઘણા સમયથી ચીન સરહદ પર તણાવ ચાલી રહ્યો છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ સૈનિકોને સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સૈનિકોની શક્તિની પ્રશંસા કરી, કહ્યું હતું કે..
# વિસ્તારવાદનું યુદ્ધ હવે સમાપ્ત અને વિકાસવાદનું યુદ્ધ ચાલુ થયું.
# આત્મનિર્ભર ભારતનો સંકલ્પ તમારા લીધે જ સાકાર થશે.
# જવાનોના ત્યાગ, બલિદાન, પુરુષાર્થ ને કે કારણે દેશ મજબુત છે.
# તમે- તમારા દેશબંધુઓએ જે બહાદુરી બતાવી, તે ઘટનાએ, ભારતની તાકાત વિશે વિશ્વમાં એક સંદેશ આપ્યો છે.
# મોદીએ સૈનિકોને વિશ્વ યોધ્ધા કહ્યાં. યુદ્ધ હોય કે શાંતિ, જ્યારે પણ જરૂરિયાત ઉભી થાય છે, વિશ્વએ આપણા બહાદુરોનો વિજય અને શાંતિ તરફના તેમના પ્રયત્નો જોયા છે.
# અમે માનવતાની સુધારણા માટે કામ કર્યું છે, જેઓ નબળા છે તે ક્યારેય શાંતિની શરૂઆત કરી શકતા નથી.
# બહાદુરી, શાંતિ માટેની પૂર્વ જરૂરીયાત છે.
# મોદીએ આર્મી, એરફોર્સના અધિકારીઓ સાથે પણ સીધો સંપર્ક કર્યો હતો.
# વડા પ્રધાનએ લેહના યુદ્ધ મેમોરિયલ 'હોલ ઓફ ફેમ' પહોંચીને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
# આ પછી સૈન્ય હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મળી ખબરઅંતર પૂછયા હતાં.
# માર્યા ગયેલા 20 જવાનોના પરિવારની કાળજી પણ સરકાર કરી રહી છે આથી સૈનિકોને ચિંતા ન કરવા જણાવ્યું.
# મોદીએ કહ્યું કે આપણે શ્રીકૃષ્ણના દેશના વાસી છે, શાંતિ જાળવવા જેઓ સુદર્શન ચક્ર ચલાવવાનું પણ જાણે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com