News Continuous Bureau | Mumbai
Narendra Modi: પોતાની જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ પોતાના મેનિફેસ્ટો માં લખ્યું છે કે તેઓ માર્કસવાદી વિચારધારા ને અનુસરશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જો સત્તામાં આવશે તો તે હિન્દુઓની ( Hindus ) સંપત્તિઓનું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ જેને વધુ દીકરાઓ છે તેને વહેંચી દેશે આટલું જ નહીં કોંગ્રેસ પાર્ટી સ્ત્રીઓના મંગળસૂત્રને પણ બચવા નહીં દે.
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ માં કોંગ્રેસ નિશાના પર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે કોંગ્રેસ ( Congress ) પાર્ટી ની ભૂતકાળની નીતિ મુસલમાન ( Muslims ) તરફી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ( Manmohan Singh ) કહ્યું હતું કે દેશની સંપદા પર સૌથી પહેલો અધિકાર મુસલમાનનો છે.
આ સમાચાર પણ વાંચો : Health Insurance: હેલ્થ ઈન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર, હવે તમે 65 વર્ષથી વધુ ઉંમરના હોવ તો પણ સ્વાસ્થ્ય વીમો ખરીદી શકો છો..
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચને કારણે હોબાળો થયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્પીચ આપે તેની કોંગ્રેસ પાર્ટી એ આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગલાવાદી વિચારસરણી ધરાવે છે અને એટલે આવું બોલી રહ્યા છે.