ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસથી પરત દેશમાં ફર્યા છે. સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને આપેલા ઉપહાર પણ લાવ્યા છે. બાયડને આપેલી ૧૫૭ વસ્તુઓ પ્રાચીન સમયની કલાકૃતિઓ છે અને આ બધી વસ્તુઓ ભારતની છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આ કલાકૃતિઓ પાછી આપવા બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. ઐતિહાસિક ૧૫૭ વસ્તુઓમાંથી વધારે વસ્તુઓ ૧૧મીથી ૧૪મી શતાબ્દીની છે. જેમાં તાંબાની ૨૦૦૦ પૂર્વેની વસ્તુઓ અને બીજી સદીની ટેરાકોટાની ફૂલદાની છે.
શું તમને ખબર છે કે આઇ.એ.એસ. ની ટ્રેનિગ કઈ રીતે થાય છે? અને શું શીખવવામાં આવે છે? જાણો અહીં
આ કલાકૃતિઓમાં ૧૦મી શતાબ્દીનો નકશીકામ કરેલો પથ્થર છે, ૧૨મી સદીની ૮.૫ સે.મી ઊંચાઈની નટરાજની મૂર્તિનો સમાવેશ છે. તે સિવાય હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના દેવી-દેવતાઓની નાની મૂર્તિઓ છે. જે ધાતુ, પથ્થર અને ટેરાકોટા માંથી બનેલી છે. કાંસાની વસ્તુઓમાં લક્ષ્મીનારાયણ બુદ્ધ, વિષ્ણુ, શિવ,પાર્વતી અને ૨૪ જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે.
પીએમે કહ્યું હતું કે દેશની પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓને દુનિયાના જુદાજુદા ખૂણેથી સ્વદેશમાં પાછી લાવવાના કેન્દ્ર સરકારના પ્રયત્નોનો આ એક ભાગ છે.