ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકારણમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા 20 વર્ષ પહેલા આ દિવસથી જ શરૂ થઈ હતી. મોદીએ 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મોટી વાત એ છે કે ત્યારથી આજ સુધી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી પદ પર રહ્યા છે. આજે ભાજપ આ પ્રસંગે સેવા સમર્પણ કાર્યક્રમ ચલાવી રહ્યું છે.
આ દિવસે ઘણાં લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી છે.
1. અમિત શાહ
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે, “આજથી 20 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ત્યાંથી શરૂ થયેલી વિકાસ અને સુશાસનની યાત્રા આજ સુધી ચાલુ છે. આ 20 વર્ષોમાં મોદીજીએ લોકો અને દેશની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમની પરાકાષ્ઠાને ચરિતાર્થ કરી.”
હોય નહીં! અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રો ઘટાડયા, જાણો કેટલા આજે અણુ શસ્ત્રો છે
અન્ય એક ટ્વિટમાં અમિત શાહે લખ્યું કે, "રાજ્ય અને કેન્દ્ર સરકારના વડા તરીકે જાહેર સેવાના 20 વર્ષ પૂર્ણ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. ગરીબ કલ્યાણ અને અંત્યોદયને સમર્પિત આ 20 વર્ષોમાં મોદીજીએ તેમની પ્રબળ ઇચ્છાશક્તિ અને સમયથી આગળ વિચારીને અશક્યને શક્ય બનાવ્યું.”
2. જેપી નડ્ડા
તે જ સમયે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે, “આજે રાજ્ય અને કેન્દ્ર સરકારના વડા તરીકે જાહેર સેવાના 20 વર્ષ પૂર્ણ કરવા બદલ હું દેશના સર્વોચ્ચ નેતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”
3. રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, “બંધારણીય પદ સંભાળતી વખતે જાહેર જીવનમાં વીસ વર્ષ પૂર્ણ કરવા બદલ ભારતના પ્રખ્યાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન. આ અખંડ 20 વર્ષ લોકકલ્યાણ માટે સમર્પિત કર્યા હોવાની સાથે દોષરહિત છે. તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે અને આગળ પણ વધતી રહે એવી શુભેચ્છાઓ.”