વેક્સિનના વેડફાટથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચિંતિત; જાણો કયા રાજ્યમાં વેક્સિનના કેટલા ડોઝ બરબાદ થયા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

ગુરુવાર

એક તરફ દેશના અનેક રાજ્યો વેક્સિન અપૂરતી મળી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે, તો બીજી તરફ વેક્સિનના ડોઝનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનના ડોઝના થઈ રહેલા વેડફાટ સામે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં જ RTI અંતર્ગત માહિતી બહાર આવી હતી કે 11 એપ્રિલ સુધી વેક્સિનના 10.34 કરોડ જેટલા ડોઝમાંથી 44.78 લાખ ડોઝ વેડફાઈ ગયા છે.

કોરોના સંદર્ભમાં રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે વડા પ્રધાને બેઠક કરી હતી, બેઠકમાં તેમણે કોરોના મહામારીના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં વેક્સિનના થઈ રહેલા વેડફાટ સામે સખત નારાજગી વ્યકત કરી હતી. એક-એક ડોઝ કીમતી છે. એક ડોઝનો વેડફાટ થવો એટલે એક વ્યક્તિ ડોઝથી વંચિત રહી ગઈ છે અને તેની સુરક્ષા છીનવી લેવામાં આવી રહી છે, એવી આકરા શબ્દોમાં તેમણે ટીકા કરી હતી.

RTI અંતર્ગત મળેલી માહિતી મુજબ દેશમાં વેક્સિનનો સૌથી વધુ વેડફાટ રાજસ્થાન અને તામિલનાડુમાં થાય છે, તો કેરેલા, બંગાળ, હિમાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમમાં વેક્સિનનો નહિવત્ પ્રમાણમાં વેડફાટ થાય છે. કયાં રાજ્યોમાં વેકિસનના કેટલા ડોઝ બરબાદ થયા એ જાણીએ.

આંધ્ર પ્રદેશ   1.17 લાખ

આસામ   1.23 લાખ

બિહાર  3.37 લાખ

છત્તીસગઢ  1.45  લાખ

દિલ્હી   1.35  લાખ

ગુજરાત  3.56 લાખ

હરિયાણા   2.46 લાખ

જમ્મુ-કાશ્મીર  90,619

ઝારખંડ   63,235

કર્ણાટક 2.14 લાખ

લદ્દાખ  3,957

મધ્ય પ્રદેશ 81,535

મહારાષ્ટ્ર  3.56 લાખ

મણિપુર  11,118

મેઘાલય 7,673

નાગાલૅન્ડ  3,844

ઓરિસ્સા  1.41 લાખ

પોંડિચરી  3,115

પંજાબ  1.56 લાખ

રાજસ્થાન  6.10 લાખ

સિક્કિમ 4,314

તામિલનાડુ 5.03  લાખ

તેલંગણા 1.68 લાખ

ત્રિપુરા 43,292

ઉત્તર પ્રદેશ 4.99 લાખ

ઉત્તરાખંડ  51,956

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment