News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી ( Israel PM ) મહામહિમ શ્રીમાન બેન્જામિન નેતન્યાહુનો ( Benjamin Netanyahu ) ટેલિફોન કૉલ મળ્યો.
પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રીને હાલમાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં ( Israel-Hamas conflict ) થયેલા તાજેતરના ડેવલપમેન્ટની જાણકારી આપી.
બંને નેતાઓએ દરિયાઈ ટ્રાફિકની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વસ્તી માટે સતત માનવતાવાદી સહાયની ( humanitarian aid ) જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા તમામ બંધકોની મુક્તિ સહિત સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ નિરાકરણ પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Parliament Session: TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની ઉડાવી મજાક, સંસદની બહાર કરી મિમિક્રી; રાહુલ ગાંધીએ બનાવ્યો વીડિયો, જુઓ વિડીયો..