Site icon

Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી.

Narendra Modi: પ્રધાનમંત્રીએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો. રાષ્ટ્રપતિ અબ્બાસે ભારતનાં સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.

Prime Minister Shri Narendra Modi spoke to the President of Palestine

Prime Minister Shri Narendra Modi spoke to the President of Palestine

News Continuous Bureau | Mumbai

Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનનાં ( Palestine )  રાષ્ટ્રપતિ ( Preisdent ) મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસ ( Mr. Mahmoud Abbas ) સાથે ટેલિફોન ( Telephone Call ) પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ગાઝામાં ( Gaza ) અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Community

ભારત અને આ વિસ્તાર વચ્ચે પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં ( Israel-Palestine ) મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો.

રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પરિસ્થિતિ અંગેના તેમના મૂલ્યાંકનને શેર કર્યું હતું. તેમણે ભારતનાં સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Multibagger Stock: 25 પૈસાના હતા શેર, પછી પકડી એવી સ્પીડ કે 1 લાખ લગાવનારા બની ગયા કરોડપતિ .. જાણો આ શેરની સંપુર્ણ માહિતી વિગતે..વાંચો અહીં..

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

 

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version