246
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર
કોરોના ના સંપર્કમાં આવનાર તમામ લોકો ને કોરોના થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિમાં પ્રિયંકા ગાંધી પણ હવે ખતરામાં આવી ગયા છે. વાત એમ છે કે પ્રિયંકા ગાંધી ગત દિવસો દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક ધોરણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જોકે આ રિપોર્ટ પછી નેગેટિવ આવ્યો હતો.
પરંતુ ડોક્ટરી સલાહ આપી છે કે તેઓ કરોનાથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા હોવાને કારણે તેઓ ખતરામાં છે. આથી તેમણે હવે પોતાની જાતને બીજાથી અલગ કરવા જોઈએ.
ડોક્ટરની સલાહને માન આપતા પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને પ્રચારથી દૂર કરી નાખ્યા છે. તેઓ આસામમાં ચૂંટણી પ્રચાર નહીં કરે. આમ એક પછી એક મોટા લોકો પણ કોરોના ના સપાટામાં આવી રહ્યા છે.
You Might Be Interested In
