News Continuous Bureau | Mumbai
Property Right: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકાર હવે વૃદ્ધ સ્વજનોની સુરક્ષાને લઈને નવો નિયમ લાવવા જઈ રહી છે. જે અંતર્ગત આવા બાળકો જેઓ પોતાના માતા-પિતાને નિરાધાર છોડી દે છે, તેઓને મોટા અધિકારથી વંચિત રાખવામાં આવી શકે છે. આ સંદર્ભમાં ભાજપ (BJP) ની રાજ્ય સરકાર નવો નિયમ લાવવાની તૈયારીમાં છે..
ભરણ પોષણ નિયમોમાં ફેરફાર
ઉત્તર પ્રદેશ (UP) નો સમાજ કલ્યાણ વિભાગ વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) માટે બનાવવામાં આવેલા મેન્ટેનન્સ રૂલ્સ 2014 (Senior Citizen Maintenance Rules) માં સુધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે સમાજ કલ્યાણ વિભાગ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવાની તૈયારીમાં છે. એક અગ્રણી હિન્દી ન્યૂઝ ચેનલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સમાજ કલ્યાણ વિભાગ કાયદાકીય સલાહ લીધા બાદ પ્રસ્તાવિત નિયમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ રજૂ કરશે.
આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3: ‘ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને ‘શિવ શક્તિ’ નામ આપવું એ સમાનતાનો સંદેશ છે’, PM મોદીની આ બે મોટી જાહેરાત પર ઈસરોએ આપી પ્રતિક્રિયા..
મિલકત અધિકારો છીનવાઈ જશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમ હેઠળ વૃદ્ધ માતા-પિતાની અનાદર કરનાર બાળકો અને સંબંધીઓ પાસેથી મિલકતનો અધિકાર છીનવી લેવામાં આવશે. આ નિયમમાં વૃદ્ધોની મદદ માટે પોલીસ કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવશે. નવા નિયમ હેઠળ, જે બાળક અથવા સંબંધી પાસેથી મિલકતનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે, તે ત્રીસ દિવસની અંદર મિલકત પર તેનો હક નહીં આપે તો આવી સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા રચાયેલ ટ્રિબ્યુનલ અધિકારો વૃદ્ધ માણસને આપવા માટે કામ કરશે.