દિલ્હીના જંતર-મંતર મેદાન પર કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. ધરણાનો આજે છઠ્ઠો દિવસ છે. જોકે આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 7 મહિલા કુસ્તીબાજોની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. હાલ આ મામલે આજે સુનાવણી થવાની છે.
બબીતા ફોગાટે કર્યા હતા આ આક્ષેપો
મીડિયા રિપોર્ટ મુજબ કુસ્તીબાજ બબીતા ફોગાટે આરોપ લગાવ્યો કે આ મામલાની તપાસ હજુ સાચી રીતે સંપૂર્ણ થઈ નથી. જોકે, મને સંપૂર્ણ તપાસ અહેવાલ વાંચવા માટે પણ આપવામાં આવ્યો ન હતો. આ રિપોર્ટ દરેકની સંમતિથી બનાવવામાં આવ્યો નથી. બબીતા ફોગટે કહ્યું કે જ્યારે હું રિપોર્ટ વાંચી રહી હતી ત્યારે મારા હાથમાંથી તે છીનવી લેવાયો હતો. મને સંપૂર્ણ અહેવાલ વાંચવા દેવામાં આવ્યો ન હતો.
તમને જણાવી દઈએ કે હડતાળ ગયા રવિવારે એટલે કે 23 એપ્રિલે શરૂ કરવામાં આવી હતી. બધા કુસ્તીબાજોએ પહેલી રાત રસ્તા પર સૂઈને વિતાવી. પ્રદર્શનમાં કુસ્તીબાજ બબીતા ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સામેલ છે. મોડી રાત્રે આ કુસ્તીબાજોએ એક વીડિયો જાહેર કરીને લોકોને આ ધરણામાં આવીને સમર્થન આપવા અપીલ કરી હતી. તેઓ જંતર-મંતર પણ પહોંચ્યા હતા. આ સિવાય બજરંગ પુનિયાએ તમામ રાજકીય પક્ષો પાસેથી પણ સમર્થન માંગ્યું છે.
पहलवानों में है दम.. वंदे मातरम् .. जंतर मंतर पर पहलवानों का धरना छठवें दिन भी जारी है.. pic.twitter.com/OQ0Hb8W8re
— Brajesh Rajput (@brajeshabpnews) April 28, 2023
આ પ્રસંગે બજરંગ પુનિયાએ કહ્યું કે આ વખતે તમામ પક્ષો અમારા ધરણામાં જોડાશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે. અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. જોકે, અગાઉ જાન્યુઆરીમાં યોજાયેલા ધરણામાં કોઈ રાજકારણીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023
આ ઉપરાંત નીરજ ચોપરાએ કુસ્તીબાજોનું સમર્થન કરતા કહ્યું કે અમારા ખેલાડીઓને ન્યાય મળવો જોઈએ. આ તમામ ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આ મામલો ખૂબ જ ગંભીર છે. આવી સ્થિતિમાં આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ અને તમામને ન્યાય મળવો જોઈએ.
બીજી તરફ દિલ્હી પોલીસે પણ સાંસદ બ્રિજ ભૂષણ પર લાગેલા આરોપોની તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસે કેન્દ્રીય રમત મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રચાયેલી બંને તપાસ સમિતિઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.