ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
5 જુન 2020
કોરોનાવાયરસ સાથેની લડાઇ વચ્ચે સારા ન્યુઝ આવ્યા છે. એક બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એ ભારત સાથે હાથ મેળવ્યા છે. આ દવા કંપનીઓ લંડન ની ઓક્સફર્ડ યુનિવર્સિટી માટે ક્લિનિકલ ટ્રાયલ માટેની વેક્સિન બનાવશે. આ દ્વારા કંપનીએ જાહેરાત કરી છે કે તેમણે વેક્સિન સપ્લાય કરવા માટે ભારતના પૂણે સ્થિત સેરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સાથે લાઇસન્સ કરાર કરી રહ્યા છે. આ કરાર અંદાજે 750 મિલિયન ડોલરનો સોદો હશે. આમ આ બંને મળીને ભારત સહિત ઓછી આવક ધરાવતા દેશોમાં એક અબજ કોરોના વાયરસની રસી પહોંચાડશે તેમાંથી, 40 કરોડ તો 2020 ના અંત સુધીમાં જ પહોંચાડવાનું લક્ષ્ય રખાયું છે.
અહીં નોંધપાત્ર વાત એ છે કે આ વેક્સિન ઓક્સફર્ડ યુનિવર્સિટી ને અપાશે જે ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી ગયું છે. અહીં વાત કરીએ પૂનાની એસ.આઈ.આઈ લેબોરેટરી હાલમાં યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા સહિતની બાયોટેક કંપનીઓ સાથે મળી કામ કરી રહી છે. આમ કોરોનાવાયરસ માં ઉપયોગી થતી રસી બનાવવામાં ભારત સિંહફાળો આપી રહ્યું છે.