Site icon

Punjab High Court: હવે કૂતરું કરડવા પર સરકાર આપશે વળતર, હાઈકોર્ટનો મોટો ચુકાદો..જાણો શું છે હાઈકોર્ટનો આ આદેશ..વાંચો વિગતે અહીં..

Punjab High Court: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રખડતા કુતરાના કરડવા સાથે જોડાયેલી ઘટનાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે મંગળવારે ડોગબાઈટ એટલે કે કુતરાના કરડવાથી વળતર આપવાનું નક્કી કર્યું છે

Punjab High Court Now the government will give compensation for dog bites, the big verdict of the high court.

Punjab High Court Now the government will give compensation for dog bites, the big verdict of the high court.

News Continuous Bureau | Mumbai

Punjab High Court: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ( Punjab and Haryana High Court ) રખડતા કુતરા ( Street Dog ) ના કરડવા સાથે જોડાયેલી ઘટનાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે મંગળવારે ડોગબાઈટ ( Dog Bite ) એટલે કે કુતરાના કરડવાથી વળતર ( Compensation ) આપવાનું નક્કી કર્યું છે. બેન્ચે કહ્યું કે, જો કુતરુ કરડવાથી દાંતના નિશાન દેખાય તો, પીડિતને 10,000 રૂપિયા પ્રતિ બાઈટના નિશાન પર વળતર મળશે. આ ઉપરાંત જો કુતરાના કરડવાથી સ્કીન પર ઘા થાય છે અથવા માંસ નીકળી જાય છે તો પ્રતિ 0.2 સેન્ટીમીટર ઘા માટે ન્યૂનતમ 20,000 રૂપિયા વળતર આપવામાં આવશે.

Join Our WhatsApp Community

હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને કુતરા કરડવાની ઘટનામાં વળતર આપવાના આદેશ આપ્યા છે. હાઈકોર્ટના આ નિર્મય બાદ 193 અરજીઓનું નિવારણ કર્યું છે. પંજાબ અને હરિયાણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢને આવી રીતે વળતર નક્કી કરવા માટે સંબંધિત જિલ્લા અધિકારીઓની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવાનો પણ આદેશ આપી દીધો છે.

હાઈકોર્ટ આવારા, જંગલી જાનવરો અચાનક વાહન સામે આવવાથી ઈજા અથવા મોતના કારણે થનારી ઘટનાઓ અને દુર્ઘટનાઓ માટે પીડિતો અથવા તેમના પરિવારના સભ્યોને વળતર સંબંધિત અરજી પર સુનાવણી થઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચોઃ Subrata Roy Sahara Story: એક જમાનામાં સ્કૂટર પર નમકીન વેચતા હતા સુબ્રત રૉય, આવી રીતે ઊભું કર્યું સહારાનું વિશાળ સામ્રાજ્ય… જાણો સપના વેચવામાં માસ્ટરની યાદગાર વાર્તા… વાંચો અહીં.

 ચાર મહિનામાં વળતર આપવામાં આવશે…

જસ્ટિસ વિનોદ એસ ભારદ્વાજની ખંડપીઠે જણાવ્યું હતું કે ‘જરૂરી દસ્તાવેજો સાથે દાવો દાખલ કર્યાની તારીખથી ચાર મહિનાની અંદર સમિતિઓ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય વળતર ચૂકવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર રહેશે અને રાજ્યની કસૂરવાર એજન્સીઓ/સહાયકો અથવા ખાનગી વ્યક્તિઓ પાસેથી તે વસૂલ કરવાનો અધિકાર ધરાવે છે, જો કોઈ હોય તો.’

ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. જો આના પર અંકુશ નહીં આવે તો કેસ વધુ વધશે. તેથી હવે રાજ્ય સરકારે તેની જવાબદારી લેવી જોઈએ. કોર્ટે સરકારને આ માટે માર્ગદર્શિકા બનાવવાનો આદેશ પણ આપ્યો છે.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version