Site icon

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના દર્શનથી લઈને રોકાવવાની વ્યવસ્થા કેવી રહેશે તે બાબતે ઉઠી રહ્યા છે મનમાં પ્રશ્નો.. તો જાણો અહીં તમામના જવાબો..

Ayodhya Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાની મૂર્તિ બિરાજમાન થઈ ગઈ છે. ત્યારે ઘણા ભક્તોના મનમાં ઘણા પ્રશ્નો રહેલા છે. તો જુઓ અહીં તમામના જવાબો..

Questions are being raised in the mind about how the arrangement will be from the darshan of the Ram Mandir in Ayodhya.

Questions are being raised in the mind about how the arrangement will be from the darshan of the Ram Mandir in Ayodhya.

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થઈ ગયો છે. રામ મંદિરમાં રામની જૂની મૂર્તિ વિધિવત રીતે બિરાજમાન થઈ ગઈ છે. ભક્તો ( Devotees ) માટે પ્રવેશ ખોલી દેવામાં આવ્યો છે. દરમિયાન રામ મંદિર ( ayodhya ram janmabhoomi ) વિસ્તારમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. અયોધ્યામાં રામનામનો સતત જાપ ચાલુ છે. પરંતુ રામ મંદિરના ઉદ્ઘાટન ( Ram Mandir Inauguration )  બાદ પણ જો તમારા મનમાં ઘણા પ્રશ્નો હોય તો આજે અહીં તમારા મનમાં રહેલા ઘણા પ્રશ્નોના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ. જે આ મુજબ રહેશે. 

Join Our WhatsApp Community

પ્ર. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પછી, સામાન્ય ભક્તો ક્યારે દર્શન કરી શકશે?

ભગવાન શ્રી રામના દર્શન 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. રામ ભક્તોની ભીડને જોતા, દર્શનનો સમય પણ લંબાવવામાં આવશે.

પ્ર. પ્રાણપ્રતિષ્ઠા ( Ram Mandir Pran Pratishtha ) પછી ભગવાન શ્રી રામના દર્શન ક્યારે થશે?

હાલ પ્રવેશ દ્વારા ખોલી મુકવામાં આવ્યા છે. તેથી ભક્તો રામ લલાના દર્શન લઈ શકે છે.

પ્ર. અયોધ્યામાં ભક્તો માટે આવાસની શું વ્યવસ્થા છે?

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે હોટલ અને ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે

પ્ર. રામ મંદિરમાં એક દિવસમાં કેટલા રામ ભક્તો દર્શન કરી શકશે?

મંદિર ભક્તો માટે 12 થી 14 કલાક ખુલ્લું રહેશે.

પ્ર. ભગવાન શ્રી રામની જૂની મૂર્તિનું શું થશે? શું જૂની મૂર્તિ નવા મંદિરમાં હશે?

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાની દિવસમાં આટલી વખત થશે આરતી.. આરતીમાં પ્રવેશ માટે મળશે પાસ..

તમામ જૂની મૂર્તિઓ નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

પ્ર. રામ ભક્તો માટે દર્શનનો સમય શું હશે?

દર્શનનો સમય સવારે 7 થી 11, બપોરે 2 થી 7 અને આરતીનો સમય બપોરે 12 અને સાંજે 7 રહેશે.

પ્ર. રામ મંદિરમાં કોની કોની મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે?

રામ દરબારમાં ચાર ભાઈઓ તથા, સીતામા, હનુમાની મુર્તિ સ્થાપિત કરવામાં આવશે.

પ્ર. આરતીનો સમય શું છે? શું સામાન્ય નાગરિકો ભાગ લઈ શકશે?

આરતી દરરોજ બપોરે 12 અને સાંજે 7 વાગ્યે આરતી માટે ખાસ પાસની વ્યવસ્થા રહેશે

પ્ર. રામ મંદિરના દર્શન માટે પાસ કે ટિકિટ છે?

ભગવાન શ્રી રામના દર્શન મફત અને બધા માટે ખુલ્લા રહેશે.

પ્ર. અયોધ્યામાં રહેવા અને ભોજનની વ્યવસ્થા શું હશે?

અયોધ્યામાં ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં અનેક જગ્યાએ ભંડારાનું આયોજન થઈ રહ્યું છે. તેમ જ કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પ્ર. કેટલા શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ છે?

દિલ્હી, મુંબઈ, અમદાવાદથી સીધી ફ્લાઈટ્સ છે અને ટૂંક સમયમાં બેંગ્લોર અને હૈદરાબાદથી ફ્લાઈટ્સ શરૂ થશે

પ્ર. કયા દેશમાંથી અયોધ્યા જવા માટે ફ્લાઇટ સેવા શરૂ થશે?

લખનઉ અને દિલ્હીથી અયોધ્યા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આવશે

પ્ર. ક્યા રાજ્યમાંથી ટ્રેન અયોધ્યા જઈ રહી છે?

દેશના દરેક રાજ્યમાંથી અયોધ્યા જવા માટે ટ્રેન છે.

પ્ર. રામ મંદિરના દર્શન પછી કયો પ્રસાદ મળશે?

તિરુપતિ બાલાજી મંદિરની જેમ રામ મંદિરમાં પણ પ્રસાદ મળશે. આ પ્રસાદ 10 થી 15 દિવસ સુધી ખરાબ નહી થશે. મંદિરમાંથી પ્રસાદ ખરીદી પણ શકાય છે

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: અયોધ્યના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે અભિષેક બાદ કહ્યું હુ દુનિયાનો…

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version