ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
ચીન સાથેના ટકરાવને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ, ભારતને 6 રાફેલ વિમાન જુલાઈ મહિનામાં જ આપી દેશે. આવનારી 27 જુલાઈએ 6 રાફેલ વિમાનોનુ ભારતમાં આગમન થશે અને આ રાફેલ વિમાન ભારતમાં સૌથી પહેલા ગુજરાતના જામનગરમાં ઉતરશે. અગાઉ ભારતે બ્રિટન પાસેથી ખરીદેલા 2 જગુઆર ફાઇટર જેટ વિમાનોએ પણ સૌ પ્રથમ જામનગર એર બેઝ પર જ ઉતરાણ કર્યું હતું.
રાફેલ વિમાનને ભારતીય વાયુસેનાના પાયલોટ્સ જ ઉડાવીને લાવશે. જેઓ હાલમાં વિમાનની તાલીમ લેવા માટે ફ્રાન્સ ગયાં છે. વિમાનોને ભારત લાવવા માટે પણ મોટા પાયે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણકે ફ્રાન્સથી ભારત આવતાં સુધીમાં રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક 1000 કિલોમીટરની ઝડપે ઉડાન ભરશે.
મહત્વની વાત એ છે કે આ ઉંડાણ દરમિયાન જ ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ, અડધા રસ્તા સુધી ફ્રાન્સનુ, હવામાંથી હવામાં ઇંધણ ભરી શકતુ વિમાન સાથે રહેશે. ત્યાર બાદ રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા, ગ્રીસ અથવા ઈટાલીમાં તેમજ બીજા તબક્કામાં ઓમાન અથવા તુર્કીમાં ઉતરે તેવી સંભાવના છે.
ખાડી દેશો સુધી રાફેલ આવ્યા બાદ ભારતીય વાયુસેનાના હવામાં ફ્યુલ આપી શકતા આઈએલ-76 વિમાનો રાફેલની સાથે રહેશે. વિમાનોમાં વધારાના પાયલોટ, મેન્ટેન્સ સ્ટાફ અને રાફેલના બીજા વધારાના પાર્ટસ પણ હશે. જેથી રસ્તામાં કોઈ જરુર પડે તો તરત મદદ કરી શકાય.
ભારતમાં રાફેલ પહેલા જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પુરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અઁબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. આ સ્કવોડ્રનના પાયલોટ્સ હાલમાં ફ્રાન્સમાં જ છે. જેમની તાલીમ લગભગ પુરી થઈ ચુકી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com