News Continuous Bureau | Mumbai
Rahul Gandhi Defamation Case: ગુજરાત હાઈકોર્ટે મોદી અટક કેસ (Gujarat High Court Modi Surname Case) માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની પુર્નવિચાર અરજી ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રાચકે ચુકાદો આપતાં કહ્યું હતું કે અરજદાર અસ્તિત્વહીન આધાર પર રાહતની માંગ કરી રહ્યા છે. લાઈવ લો (Live Law) અનુસાર, જસ્ટિસ હેમંત પ્રાચાકે કહ્યું, “નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો કોઈ નિયમ નથી. આ અપવાદોની શ્રેણીમાં આવે છે. દુર્લભ કિસ્સાઓમાં તેનો આશરો લેવો જોઈએ. રાહુલ ગાંધી સામે 10 કેસ પેન્ડિંગ છે.
લાઈવ લો મુજબ ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે રાજકારણમાં શુદ્ધતાની જરૂર છે. જસ્ટિસ હેમંતે કહ્યું કે, વીર સાવરકરના પૌત્ર (Grandson of Veer Savarkar) તરફથી પણ રાહુલ ગાંધી વિરુદ્ધ પુણેની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી પર કેમ્બ્રિજ યુનિવર્સિટી (University of Cambridge) માં વીર સાવરકરનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સજા પર સ્ટે ન મૂકવો એ અરજદાર સાથે અન્યાય નહીં થાય. સજા પર સ્ટે આપવા માટે કોઈ વ્યાજબી કારણ આપવામાં આવ્યું નથી. નીચલી અદાલતનો દોષિત ઠેરવવાનો નિર્ણય ઉચિત, ન્યાયસંગત અને કાયદેસર રીતે આપવામાં આવ્યો છે.”
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi Defamation Case: મોદી અટક કેસમાં ગુજરાત હાઈકોર્ટેથી રાહુલ ગાંધીને મોટો ઝટકો, કોંગ્રેસની બોલી – સુપ્રીમ કોર્ટમાં જશું
નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે રાહુલ ગાંધી!
ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટમાંથી મળેલી સજાને યથાવત રાખ્યા બાદ રાહુલ ગાંધી આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં જઈ શકે છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્ટીએ આ મામલે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી છે.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. એક ટ્વીટમાં તેણે કહ્યું કે, “નીરવ મોદી, અમી મોદી, નીશલ મોદી, મેહુલ ચોક્સી જેવા બેંક ફ્રોડ કરનારાઓને સજા આપવાને બદલે, તેમનો પર્દાફાશ કરનાર મેસેન્જરને સજા આપવામાં આવી રહી છે.” તેમણે લખ્યું કે રાહુલ ગાંધીએ સત્ય, સચ્ચાઈ, નિર્ભયતાનો માર્ગ પસંદ કર્યો છે અને સત્તાના ગઢમાં બેઠેલા લોકો પાસેથી જવાબદારીની માંગણી કરી છે. માર્ગમાં જે કંઈ પણ આવશે, અમે સત્યના માર્ગ પર રહીશું. સત્યમેવ જયતે.”