Site icon

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં, PM મોદીને અપશબ્દો બોલવા ભારે પડ્યા, હાઈકોર્ટે ચૂંટણી પંચને આપ્યો આ નિર્દેશ..

Rahul Gandhi : કોર્ટે આવા નિવેદનો અંગે નિયમો કડક બનાવવાની સૂચના આપી છે. આ મામલામાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી.

Rahul Gandhi Delhi HC directs EC to 'act' against Rahul Gandhi over 'pickpockets' remark

Rahul Gandhi Delhi HC directs EC to 'act' against Rahul Gandhi over 'pickpockets' remark

News Continuous Bureau | Mumbai 

Rahul Gandhi : કોંગ્રેસના ( Congress ) નેતા રાહુલ ગાંધીને પીએમ નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) અને અમિત શાહ ( Amit Shah ) વિરુદ્ધ અભદ્ર ભાષાનો ( vulgar language ) ઉપયોગ કરવો ભારે પડ્યો છે. હવે આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે ( Delhi High Court ) આજે ચૂંટણી પંચને રાહુલ ગાંધી વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીનો ( Gautam Adani ) ઉલ્લેખ કરતા PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી ( Controversial comment ) કરી હતી. 

Join Our WhatsApp Community

ચૂંટણી પંચને આ મામલે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ

કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહનની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે કથિત નિવેદનો યોગ્ય નથી અને તેથી ચૂંટણી પંચે ( Election Commission ) આ બાબતની તપાસ કરવી જોઈએ, અને આ સંદર્ભે રાહુલ ગાંધીને નોટિસ પણ જારી કરી છે. દિલ્હી હાઈકોર્ટની બેન્ચે આદેશ આપ્યો હતો કે, જવાબ દાખલ કરવાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને કોઈ જવાબ મળ્યો નથી, તે ધ્યાનમાં રાખીને, કોર્ટ ચૂંટણી પંચને આ મામલે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ કરે છે.

તમને જણાવી દઈએ કે કોર્ટે કહ્યું કે 23 નવેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં ખુદ ચૂંટણી પંચે કહ્યું હતું કે તે આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. પીટીશનર ભરત નાગરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે 22 નવેમ્બરે રાહુલ ગાંધીએ વડાપ્રધાન સહિત સર્વોચ્ચ સરકારી હોદ્દા ધરાવતા વ્યક્તિઓ પર ઘૃણાસ્પદ આક્ષેપો કરતું ભાષણ આપ્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ પીએમને ખિસ્સાકાતરુ કહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : CAIT : વેપારીઓ આ તારીખથી ચલાવશે દરેક શહેર અયોધ્યા-ઘેર ઘેર અયોધ્યા અભિયાન..

રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પીએમ એટલે પનૌતી મોદી. મોદી ટીવી પર આવીને હિંદુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્રિકેટ મેચમાં જાય છે, હાર થાય તો અલગ વાત છે. મોદીનું કામ તમારું ધ્યાન હટાવવાનું છે. આના જેવા બે પિકપોકેટ છે, એક આવે છે, તમારી સામે તમારી સાથે વાત કરે છે, તમને વિચલિત કરે છે. એટલામાં પાછળથી કોઈ બીજું તેનું ખિસ્સું કાપી જાય છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હારને લઈને પીએમ મોદી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હતી, આ દરમિયાન પીએમ મોદી પણ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા

Western Railway special trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી દિલ્હી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો
Western Railway special train: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
AQI Holiday: પ્રદૂષણથી ભાગી રહ્યા છે લોકો: દિલ્હી-મુંબઈમાં ‘AQI હોલિડે’ બન્યો નવો ટ્રેન્ડ, શુદ્ધ હવામાં શ્વાસ લેવા લોકો રજાઓ પર!
Exit mobile version