News Continuous Bureau | Mumbai
Rahul Gandhi: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election Commission of India ) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. વાસ્તવમાં નવેમ્બર 2023માં રાહુલ ગાંધીએ એક ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ વિરુદ્ધ પાકીટમાર અને પનૌતી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ભવિષ્યની જાહેર સભાઓ દરમિયાન તેમના નિવેદનો વિશે વધુ સાવચેત અને સાવધ રહેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે પાકીટમાર અને પનૌતિ શબ્દોના ઉપયોગનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે કોર્ટે ચૂંટણી પંચને તેના પર કાર્યવાહી કરવા કહ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) માટે પનૌતી અને પાકીટમાર શબ્દોનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પણ મોકલી હતી.
કોંગ્રેસ ( Congress ) નેતા રાહુલ ગાંધી 17 માર્ચે મુંબઈમાં જાહેર સભાને સંબોધશે…
એક અહેવાલ મુજબ, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને 1 માર્ચે નોટિસ મોકલીને પ્રચાર દરમિયાન ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ 21 ડિસેમ્બર, 2023 ના રોજ દિલ્હી હાઈકોર્ટના આદેશ અને તેના પર રાહુલ ગાંધીના જવાબને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે હવે તેમના માટે એક માર્ગદર્શિકા ( Advisory) જારી કરી છે અને ભવિષ્યમાં તેમના જનસંબોધન વખતે આ નિવેદનો ન આપવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે. ઉપરાંત, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમની પાર્ટીના તમામ સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પણ આ માર્ગદર્શિકા વિશે જાણ કરવા જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Underground Waste Bin : ઘાટકોપરમાં બીએમસી દ્વારા લગાડવામાં આવશે છ અત્યાનુધિક ભૂગર્ભ કચરાપેટીઓ..
દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 17 માર્ચે મુંબઈમાં જાહેર સભાને સંબોધશે. રાહુલ ગાંધી 16 માર્ચે તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે મુંબઈ આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ મણિપુરથી શરૂ થયો હતો. હવે તેનો અંત મુંબઈમાં થવા જઈ રહ્યો છે. રાહુલ ગાંધી 16 માર્ચે થાણેમાં એલબીએસ રૂટ દ્વારા મુંબઈમાં પ્રવેશ કરશે અને તેમની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કરવા દાદરમાં ચૈત્યભૂમિ પહોંચશે.