Site icon

Rahul Gandhi News: સંસદ બહાર રાહુલની ગાંધીગીરી,રાજનાથ સિંહને આપ્યો ત્રિરંગો અને ગુલાબ, જુઓ વિડીયો..

Rahul Gandhi News: રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે વિરોધ કરવાની અનોખી શૈલી અપનાવી હતી. રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહને ગુલાબનું ફૂલ અને ત્રિરંગો અર્પણ કર્યો હતો. આ ઘટના વિપક્ષના પ્રદર્શન દરમિયાન બની હતી. જેમાં વિપક્ષે કેન્દ્ર સરકાર પર અમેરિકામાં અદાણીના લાંચના આરોપો પર ચર્ચા ટાળવાનો આરોપ લગાવ્યો છે.

 News Continuous Bureau | Mumbai 

Rahul Gandhi News: સંસદના બંને ગૃહોમાં બુધવારે પણ હોબાળો ચાલુ રહ્યો અને ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરવા માટે સંસદ પરિસરમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ ક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અનોખો વિરોધ કરતા જોવા મળ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર દ્વારા સંસદ સંકુલ પહોંચ્યા. ત્યારે વિરોધ કરી રહેલા રાહુલ ગાંધી રાજનાથ સિંહ પાસે પહોંચ્યા અને તેમને ગુલાબના ફૂલ અને તિરંગો આપવા લાગ્યા. આ દરમિયાન કોંગ્રેસના અન્ય સાંસદોએ પણ સંરક્ષણ પ્રધાનને ગુલાબ આપવાનું શરૂ કર્યું અને તેઓ આગળ વધ્યા.

Join Our WhatsApp Community

https://twitter.com/i/status/1866718723434025218 

Rahul Gandhi News: રાહુલ ગાંધીએ  રાજનાથ સિંહ ને આપ્યો ત્રિરંગો અને ગુલાબ

વિડીયો જોઈ શકાય છે કે સંસદમાં રાજનાથ સિંહ પોતાની કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ રાહુલ ગાંધી તેમની પાસે પહોંચી ગયા. આ દરમિયાન રાજનાથ સિંહ અને રાહુલ વચ્ચે થોડીક સેકન્ડ સુધી વાતચીત થઈ, પરંતુ રાહુલે તિરંગો આપતા જ ​​રાજનાથ સિંહ તેને લીધા વગર હસતા હસતા આગળ વધી ગયા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ, બીજેપીના નેતાઓ અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ પણ હસતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  No-confidence motion :બહુમતી નથી, છતાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ ; જાણો શું છે કારણ..

Rahul Gandhi News: અદાણી મુદ્દે સરકારને ઘેરવાનો  પ્રયાસ 

મહત્વનું છે કે કોંગ્રેસ અદાણી મુદ્દે સરકારને ઘેરવાનો સતત પ્રયાસ કરી રહી છે, પછી તે સંસદની અંદરનો મામલો હોય કે સંસદની બહાર. કોંગ્રેસ દરેક રીતે પોતાનો વિરોધ નોંધાવી રહી છે. આ પહેલા કોંગ્રેસ ટી-શર્ટ પર મોદી અદાણીની તસવીર સાથે સંસદ પહોંચી હતી. તો ગઈકાલે પીએમ મોદી અને ગૌતમ અદાણીના માસ્ક પહેરીને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓની મુલાકાત લીધી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version