News Continuous Bureau | Mumbai
Rahul Gandhi : કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી સંસદ ભવનમાં ( Parliament ) એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન લેવાયેલ એક ફોટોગ્રાફના પગલે નવા વિવાદના કેન્દ્રમાં જોવા મળ્યા હતા. ઓનલાઈન ઝડપથી વાયરલ થતી આ તસવીરે નેટીઝન્સ તરફથી ટીકાનું મોજું ઉભું કર્યું છે, જેમાં રાહુલ ગાંધીના પોશાકની પસંદગી અને કેમેરા માટે તેમના પોઝ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ગુરુવારે રાત્રે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના ( Jagdeep Dhankhar ) સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ, રાજ્યસભાના નવા ચૂંટાયેલા સાંસદ સોનિયા ગાંધીનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં સોનીયા ગાંધી સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ ઉપસ્થિત હતા.
Pappu, @RahulGandhi has proven himself to be an utter fool, unfit to reside in India. His recent actions, caught on camera, demonstrate his complete lack of respect for the nation and its esteemed Vice President. In the images, Gandhi’s arrogance and blatant contempt for India… pic.twitter.com/RygrbBT4QO
— Kanimozhi (Modi ka Parivar) (@kanimozhi) April 4, 2024
સોનિયા ગાંધીએ સંસદના ઉપલા ગૃહના સભ્ય તરીકે શપથ લીધા પછી આ તસવીર લેવામાં આવી હતી…
પૂર્વ કોંગ્રેસ ( Congress ) અધ્યક્ષ સોનિયા ગાંધીએ ( Sonia Gandhi ) સંસદના ઉપલા ગૃહના સભ્ય તરીકે શપથ લીધા પછી આ તસવીર લેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તસવીર શેર થયાના થોડા સમય બાદ, નેટીઝન્સે રાહુલ ગાંધીના પોશાક અને તસવીરમાંના તેમના પોઝને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેમને ટ્રોલ ( Trolled ) કરવાનું શરુ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : N Chandrababu Naidu Comment: TDP ચીફ ચંદ્રબાબુ નાયડુને ચૂંટણી પંચની નોટિસ, 48 કલાકમાં જવાબ આપવો પડશે, ECની કાર્યવાહી..
સોશિયલ મીડિયા પર યુઝરોમાંથી કેટલાકે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઘંમડી છે. તો ઘણા યુઝરે રાહુલ ગાંધીની સરખામણી તેની દાદી સાથે કરી હતી.
રાહુલના બચાવમાં, કેટલાક લોકોએ બચાવ કરતા કહ્યું હતું કે, વીપીના ટ્વિટર હેન્ડલના હેન્ડલરે આને ખોટી રીતે પોસ્ટ કર્યો છે, જ્યાં રાહુલ ગાંધીનો પોઝ ખરાબ રીતે દર્શાવાયો છે. જેથી તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને ઘમંડી કહેવામાં આવી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)