Site icon

Rahul Gandhi PC: અદાણીમાં એવું તો શું ખાસ છે કે મોદી સરકાર તપાસ નથી કરાવતી? રાહુલ ગાંધીનો મોટો આરોપ.. જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

Rahul Gandhi PC: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણીનો મુદ્દો ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે અદાણીએ 32 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે અદાણીના કારણે જ વીજળી મોંઘી થઈ છે….

Rahul Gandhi PC What is so special about Adani that the Modi government is not conducting an investigation Big accusation of Rahul Gandhi…

Rahul Gandhi PC What is so special about Adani that the Modi government is not conducting an investigation Big accusation of Rahul Gandhi…

News Continuous Bureau | Mumbai 

Rahul Gandhi PC: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ફરી એકવાર અદાણી (Gautam Adani) નો મુદ્દો ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે અદાણીએ 32 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે અદાણીના કારણે જ વીજળી મોંઘી થઈ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, “અદાણી જી ઈન્ડોનેશિયામાં કોલસો ( Coal ) ખરીદે છે અને ભારતમાં તેનો દર બમણો થઈ જાય છે. તેઓ કોલસાના ભાવને ખોટી રીતે રજૂ કરે છે.”

Join Our WhatsApp Community

પ્રેસ કોન્ફરન્સ ( Press conference ) આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “જેમ લોકો વીજળી ચાલુ કરે છે, પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. અદાણીને ભારતના પીએમ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. દુનિયાના અન્ય દેશોમાં તપાસ થઈ રહી છે પરંતુ ભારતમાં. અદાણીને બ્લેન્ક ચેક આપવામાં આવ્યો છે. તે જે ઈચ્છે તે કરી શકે છે. લોકોએ 32,000 કરોડ રૂપિયાનો આંકડો યાદ રાખવો જોઈએ. પીએમ ( Prime Minister ) અદાણીની તપાસ કેમ કરાવતા નથી?”

શરદ પવારની ( Sharad Pawar ) અદાણી સાથેની નિકટતા અંગેના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “શરદ પવાર દેશના પીએમ નથી, તેઓ અદાણીનું રક્ષણ નથી કરી રહ્યા. તેથી જ હું શરદ પવારને અદાણી વિશે પ્રશ્નો પૂછતો નથી.”

આ સમાચાર પણ વાંચો :  Zomato Delivery Girl Viral Video: ઝોમેટોની ‘ખૂબસુરત ડિલિવરી ગર્લ’ સુપર બાઈક પર હાફ પેન્ટમાં નીકળી.. જુઓ વાયરલ વિડીયો…વાંચો વાયરલ વિડીયોની શું છે સચ્ચાઈ..

ખોટા ભાવ બતાવીને વીજળીના ભાવ વધાર્યા…

મીડિયા પર સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે, અદાણીએ કોલસાના ખોટા ભાવ બતાવીને વીજળીના ભાવ વધારીને લોકો પાસેથી 12 હજાર કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. વીજળીના વધતા ભાવ પાછળ અદાણીનો હાથ છે. નવાઈની વાત એ છે કે મીડિયા આના પર સવાલ ઉઠાવતું નથી. આવા સમાચારોથી સરકાર પડી જાય છે. અમે કર્ણાટક અને રાજસ્થાનમાં લોકોને સબસિડી આપી રહ્યા છીએ જ્યારે અદાણી કિંમતમાં વધારો કરી રહી છે. પીએમ કેમ ચૂપ છે?

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સ અદાણી સાથે જોડાયેલા ફાઈનાન્સિયલ ટાઈમ્સના સમાચાર અને કોલસાની વધતી કિંમતને લઈને કરી હતી.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version