ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
ગયા વર્ષે કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા ઘડ્યા હતા. ત્યાર બાદથી ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. દિલ્હીની અલગ-અલગ સરહદો પર એક વર્ષથી આ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોની માગ છે કે ત્રણેય કાયદા રદ કરવામાં આવે. આ કાયદા પાછો ખેંચવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકારને ઘેરીને લખ્યું છે કે ખેડૂતોએ ઘમંડનું માથું ઝુકાવી દીધું. જય હિંદ, હિંદના ખેડૂતનો જય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરતા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આ કાયદા કૃષિ સુધારા માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ અમે કેટલાક ખેડૂતોને મનાવી શક્યા નથી. આવી સ્થિતિમાં અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. જેના પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે અને સાથે એક જૂનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોને મારું સંપૂર્ણ સમર્થન છે. મને તેમના પર ખૂબ ગર્વ છે. મારા શબ્દોને ચિહ્નિત કરો, સરકારે ખેડૂત વિરોધી કાયદા પાછા ખેંચવા પડશે.
આ નિર્ણય પર કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે તૂટી ગયું અભિમાન, જીતી ગયો મારા દેશની કિસાન. સપાના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે જ્યારે આ કૃષિ કાયદાના ધરણા પ્રદર્શનમાં 600 ખેડૂતોના મોત થયા હતા. ત્યારે વડાપ્રધાન નું ધ્યાન ગયું નહિ. ખેડૂતો વિશે ક્યારેય વિચાર્યું નહિ, પરંતુ જ્યારે ખબર પડી કે તેઓ ઉત્તર પ્રદેશમાં સત્તા ગુમાવી રહ્યા છે. ત્યારે આવો નિર્ણય લીધો. ખેડૂતો તેમના વિરોધમાં ઊભા છે અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 340 કિમીનો પ્રવાસ કર્યો, વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીએ જોયું કે લાખો લોકો તેમના સ્વાગત માટે રાતોરાત ઊભા હતા. હવે સત્તા જવાનો ડર સતાવવા લાગ્યો તેથી કૃષિ કાયદો પણ પાછો ખેંચી લેવામાં આવ્યો. આ લોકશાહીની શક્તિ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સરમુખત્યારશાહી ભૂલી જવી જોઈએ. ભારતમાં લોકશાહી જ ચાલશે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરી કહ્યું કે 'સરકાર પાસે બીજો કોઈ ચારો જ ન હતો આવું કરવા સિવાય'. જ્યારે બંગાળના CM મમતા બેનર્જીએ ખેડૂતોને અભિનંદન આપ્યા.
ગોરાઈ ક્રીક પર બનાવવામાં આવનારા પુલ માટે BMC એ આ લોકો પાસે મગાવ્યા સલાહ-સૂચનો, જાણો વિગત.