News Continuous Bureau | Mumbai
RailOne app ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં રેલવે બોર્ડની મહત્વપૂર્ણ પહેલ
રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા ‘રેલવન’ (RailOne) એપ પર ટિકિટ બુકિંગ પર ૩ ટકા લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્તમાનમાં રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે હવે આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો—જેમ કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરે—દ્વારા રેલવન એપ પર ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર ૩ ટકાનું ડિસ્કાઉન્ટ (છૂટ) આપવામાં આવશે. જોકે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગની સ્થિતિમાં પહેલાની જેમ જ ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા ચાલુ રહેશે.

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ૩ ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાના પ્રભાવનું પ્રતિસાદ (ફીડબેક) ના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Vasai Virar Election 2026: ઉદ્ધવ સેનાને વસઈ-વિરારમાં મોટો આંચકો! 5 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ ખેંચ્યા; હવે માત્ર આટલી બેઠકો પર લડશે ઠાકરે જૂથ
રેલવે બોર્ડની આ પહેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવશે. ડિજિટલ માધ્યમોથી ટિકિટ બુક કરવા પર મુસાફરોને માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ તેમને પ્રત્યક્ષ આર્થિક લાભ પણ મળશે.