Site icon

ટ્રેનોમાં મફતિયાઓનો ત્રાસ અટકતો નથી. 9 મહિનામાં પોણા બે કરોડ પકડાયા. જાણો આંકડા…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર, 

લોકલ ટ્રેનો અને બહારગામની ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો સામે રેલવે દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે. રેલવેએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં 1.78 કરોડથી વધુ ટિકિટ વગરના અને સામાનની બુકિંગ કર્યા વગરના પ્રવાસીઓને પકડી પાડયા હતા.  

કોરોનાને પગલે રેલવેમાં પ્રવાસ પર અનેક પ્રતિબંધો હતા. છતાં અનેક લોકો કાયદાનો ભંગ કરીને તેમ જ ટિકિટ વગર પ્રવાસ કરતા હોવાનું જણાઈ આવ્યું છે.

નાની ઉંમરે મોટી સિદ્ધિ! 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રાગનનંદાએ ચેસ જગતને કરી દીધું સ્તબ્ધ, આ વર્લ્ડ નંબર વન પ્લેયરને કર્યો ચેકમેટ

રાઈટ ટુ ઇન્ફોર્મેશન એકટ હેઠળ મળેલી માહિતી મુજબ નોન કોવિડ વર્ષ એટલે કે 2019-20માં ટિકિટ વગર અને સામાનનું બુકિંગ કર્યા વગરના પ્રવાસીઓની સરખામણીમાં 2021-22ના વર્ષમાં આ પ્રમાણ 79 ટકા વધુ છે. કોરોનાગ્રસ્ત નાણાકીય વર્ષ 2020-21માં આવા પ્રવાસીઓની સંખ્યા  27 લાખ હતી.

રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ મળેલી માહિતી મુજબ 2021-22માં આવા ખુદાબક્ષો પાસેથી 1017.48 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તો 2020-21માં  27.57 લાખ યાત્રીઓ પાસેથી 143.82 કરોડ રૂપિયા અને 2019-20માં 1.10 કરોડ યાત્રીઓ પાસેથી 561.73 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. 

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version