News Continuous Bureau | Mumbai
વંદે ભારત એક્સપ્રેસે ( Vande Bharat ) તમામ ભારતીય ડિઝાઈનની અને સૌથી ઓછા સમયમાં બે મોટા શહેરો વચ્ચેનું અંતર કાપતી ટ્રેન તરીકે ટૂંકા ગાળામાં લોકપ્રિયતા મેળવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ રેલ્વેનું વિસ્તરણ પણ વધી રહ્યું છે. તે જ સમયે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટા જોઈને નેટીઝન્સ ખૂબ જ ગુસ્સામાં છે. આ તસવીરમાં ટ્રેનના કોચની અંદરનો નજારો બતાવવામાં આવ્યો છે. ફ્લોર પર ઘણો કચરો ફેલાયેલો છે..આ ફોટો વાયરલ થતાની સાથે જ કેન્દ્રીય રેલવે મંત્રી ( Railway Minister ) અશ્વિની વૈષ્ણવે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.
રેલવે મંત્રી વૈષ્ણવે આદેશ આપતા જણાવ્યું છે કે જે પ્રકારે ફ્લાઈટમાં ક્લિનનેસ એટલે કે ચોખ્ખાઈ જોવા મળે છે તે જ પ્રકારની સફાઈ વંદે ભારત એક્સપ્રેસમાં કરવામાં આવવી જોઈએ. ઠીક તેવી જ રીતે એક વ્યક્તિ કોચમાં બેઠેલા લોકોની સીટ પાસે કચરો એકત્ર કરવાની બેગ લઈને જશે અને મુસાફરોને કચરો કચરાની બેગમાં નાખવાનું જણાવશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે વંદે ભારત ટ્રેનમાં સફાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વંદે ભારત ટ્રેનોમાં સફાઈ વ્યવસ્થાને જાળવવા માટે લોકોનો સહયોગ માંગવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક શરૂ, વિરોધ પક્ષો સરકાર સમક્ષ મુદ્દાઓ રજૂ કરશે
‘વંદે ભારત’ની ગંદકીનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. IAS અધિકારીએ તે વીડિયો પણ શેર કર્યો છે. આ તસવીરો અને વીડિયોમાં મુસાફરો દ્વારા ફેંકવામાં આવેલી બોટલો, ખાદ્યપદાર્થોના કેન, પોલીથીન બેગ જોવા મળે છે અને એક સફાઈ કર્મચારી તમામ ગંદકી સાફ કરતો જોવા મળે છે.
‘વંદે ભારત’ પાસે ‘કવચ’ ટેકનોલોજી (ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ) છે. આ એક ઓટોમેટિક સેફ્ટી સિસ્ટમ છે જે બે ટ્રેનને અથડાતા અટકાવે છે. રસપ્રદ વાત એ છે કે આ ટેક્નોલોજી ભારતમાં જ વિકસાવવામાં આવી છે અને વિદેશથી આયાત કરાયેલી ટ્રેનોની સરખામણીમાં ઓછી કિંમતે બનાવવામાં આવે છે. આ એક્સપ્રેસની સ્પીડ શતાબ્દી કરતા વધુ છે.