News Continuous Bureau | Mumbai
RPF Operation Nanhe Farishte: છેલ્લા સાત વર્ષથી, રેલવે સુરક્ષા બળ (આરપીએફ) ‘નન્હે ફરિશ્તે’ નામના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે.
આ એક મિશન છે જે ભારતીય રેલવે ( Indian Railways ) ઝોનોમાં પીડિત બાળકોને બચાવવા ( Children Rescue ) માટે સમર્પિત છે. છેલ્લા સાત વર્ષ (2018-મે 2024) દરમિયાન, આરપીએફએ સ્ટેશનો અને ટ્રેનોમાં જોખમમાં અથવા જોખમમાં રહેલા 84,119 બાળકોને બચાવ્યા છે.
‘નન્હે ફરિશ્તે’ માત્ર એક ઓપરેશન કરતાં પણ વધુ છે; તે હજારો બાળકો ( Children ) માટે એક જીવનરેખા છે જેઓ પોતાને અનિશ્ચિત સંજોગોમાં શોધે છે. 2018 થી 2024 સુધીનો ડેટા અતૂટ સમર્પણ, અનુકૂલનશીલતા અને સંઘર્ષ ક્ષમતાની વાર્તા દર્શાવે છે. દરેક બચાવ એ સમાજના સૌથી અસુરક્ષિત સદસ્યોની સુરક્ષા માટે RPFની પ્રતિબદ્ધતાનું એક પ્રમાણ છે.
વર્ષ 2018માં ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ની મહત્વપૂર્ણ શરૂઆત થઈ. આ વર્ષે, આરપીએફએ કુલ 17,112 બાળ પીડિતોને બચાવ્યા. જેમાં બાળકો અને બાળકીઓ બંને શામિલ હતા. બચાવી લેવામાં આવેલા 17,112 બાળકોમાંથી 13,187ની ઓળખ ભાગેડુ બાળકો તરીકે કરવામાં આવી હતી, 2105 ગુમ થયા હતા, 1091 છૂટા પડ્યા હતા, 400 બાળકો નિરાધાર, 87 અપહરણ, 78 માનસિક રીતે અશક્ત અને 131 બેઘર બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ 2018 માં જે આવી પેહેલની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરતા ઓપરેશન માટે એક મજબૂત પાયો રખાયો હતો
વર્ષ 2019 દરમિયાન, આરપીએફના પ્રયાસો સતત સફળ રહ્યા હતા અને બાળકો અને બાળકીઓ બંને સહિત કુલ 15,932 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા 15,932 બાળકોમાંથી 12,708 ભાગેડુ હતા, 1454 ગુમ, 1036 અલગ થયેલા, 350 નિરાધાર, 56 અપહરણ, 123 માનસિક રીતે અસ્વસ્થ અને 171 બેઘર બાળકો તરીકે ઓળખાયા હતા.
વર્ષ 2020 કોવિડ મહામારીને કારણે પડકારજનક હતું, જેણે સામાન્ય જીવનને ખોરવ્યું હતું અને કામગીરીને નોંધપાત્ર રીતે અસર કરી હતી. આ પડકારો છતાં, RPF 5,011 બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Foot Over Bridge: મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 2 સ્પાન લોન્ચ
વર્ષ 2021 દરમિયાન, આરપીએફ એ તેની બચાવ કામગીરીમાં પુનરુત્થાન જોયું, જેનાથી 11,907 બાળકોને બચાવ્યા હતા. આ વર્ષે શોધાયેલ અને સરંક્ષિત કરવામાં આવેલ બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેમાં 9601 બાળકો ભાગેડુ તરીકે ઓળખાયા, 961 ગુમ થયા રૂપમાં, 648 અલગ થયેલા, 370 નિરાધાર, 78 અપહરણ, 82 માનસિક રૂપથી વિકલાંગ અને 123 બેઘર બાળકો તરીકે ઓળખાયા હતા.
વર્ષ 2023 દરમિયાન, આરપીએફ 11,794 બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું. તેમાંથી 8916 બાળકો ઘરેથી ભાગેડુ હતા, 986 ગુમ થયા હતા, 1055 અલગ થયા હતા, 236 નિરાધાર હતા, 156 અપહરણ થયા હતા, 112 માનસિક રૂપથી વિકલાંગ હતા અને 237 બેઘર બાળકો હતા. આરપીએફએ આ અસુરક્ષિત બાળકોની સુરક્ષા અને સારી કાળજી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
2024ના પ્રથમ પાંચ મહિનામાં આરપીએફએ 4,607 બાળકોને બચાવ્યા છે. જેમાં 3430 ઘરેથી ભાગેડુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, પ્રારંભિક વલણો ઓપરેશન ‘નન્હે ફરિશ્તે’ માટે સતત પ્રતિબદ્ધતાની સાક્ષી આપે છે. આ સંખ્યાઓ બાળકો ભાગી જવાની સતત સમસ્યા અને તેમના માતા-પિતા પાસે સુરક્ષિત રીતે પરત કરવાના આરપીએફના દ્વારા કરેલ પ્રયાસો બંને દર્શાવે છે.
આરપીએફ એ તેના પ્રયત્નો દ્વારા, ન માત્ર બાળકોને બચાવ્યા છે, બલકે ઘરેથી ભાગેડુ અને ગુમ થયેલા બાળકોની દુર્દશા વિશે પણ જાગૃતિ વધારી છે, જે આગળની કાર્યવાહી અને વિવિધ હિતધારકો નું સમર્થન મળ્યું. આરપીએફના ઓપરેશન ના દાયરાઓ સતત વધી રહ્યા છે, દરરોજ નવા પડકારોનો સામનો કરીને ભારતના વિશાળ રેલવે નેટવર્કમાં બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવા માટે કરી રહ્યા છે.
ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પર બાળકો વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. 135 થી વધુ રેલવે સ્ટેશનો પર ચાઈલ્ડ હેલ્પડેસ્ક ઉપલબ્ધ છે.
આરપીએફ બચાવેલા બાળકોને જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપે છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ બાળકોને તેમના માતાપિતાને સોંપે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: Gujarat Road Infrastructure: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી