Site icon

ભારતે ચીનને આપ્યો જોરદાર ઝટકો, 44 ‘વંદે ભારત’ ટ્રેન સેટ્સનું ટેન્ડર રદ કર્યું. હવે આ યોજના હેઠળ પ્રોજેક્ટ પૂરો કરાશે…

Vande bharat express will halt at Borivali station from this date and time

આ તારીખથી બોરીવલી રેલ્વે સ્ટેશન પર ઉભી રહેશે વંદે ભારત એક્સપ્રેસ. તેનો સમય પણ નોંધી લો અને બીજા બધા સ્ટેશનો પર સમય બદલાયો છે તેની સૂચિ વાંચો.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ઓગસ્ટ 2020

પૂર્વ લદાખમાં ચીનની સેનાના અતિક્રમણ બાદ ભારત સરકાર જુદી જુદી રીતે ચીનને જવાબ આપી રહી છે. ધીમે ધીમે ભારત સરકાર ચીન સાથેના તમામ આર્થિક વ્યવહારો બંધ કરી રહી છે. હવે ભારત સરકારે 'વંદે ભારત' હેઠળ થયેલો કરાર રદ કર્યો છે. રેલવે મંત્રાલય એ ટ્વિટ કરીને આની માહિતી આપી હતી.

રેલવે મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે એક સપ્તાહની અંદર નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. રેલવેના પ્રોજેક્ટ ને હવે ભારતમાં જ 'મેક ઇન ઇન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિકતા આપવામાં આવશે. ભારત સરકારે આ ટેન્ડર રદ કરી ચીનને જોરદાર ઝટકો આપ્યો છે. કેમકે વાસ્તવમાં ચીની કંપનીના જોઈન્ટ વેન્ચર સી આર આર સી પાયોનીયર ઇલેક્ટ્રિક (ભારત) પ્રાઇવેટ લિમિટેડ, એકમાત્ર વિદેશી કંપની હતી જેને વંદે ભારત ટેન્ડર આપવામાં આવ્યું હતું. 'વંદે ભારતમાં' બીજી પાંચ કંપનીઓએ પણ ટેન્ડર ભર્યા હતા. 

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ગુરુગ્રામ ની જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. તેણે 2015માં ચીનની કંપની સાથે જોઈન્ટ વેન્ચર કર્યું હતું. આ વાત સામે આવતા જ ભારત સરકારે, વંદે ભારત સેમી હાઈ સ્પીડ ટ્રેનના 44 સેટ્સનો કરાર રદ્દ કરી દીધો છે. ઉપરોક્ત ચીની કંપની ઉપરાંત અન્ય પાંચ કંપનીઓએ પણ વંદે ભારત પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો. જેમાં , ભારત સરકારની 'ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ' નો સમાવેશ પણ થાય છે. હવે 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત 'વંદે ભારત' ટ્રેન નો પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.. એમ રેલ્વે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version