ભારતીય રેલવેએ યાત્રી ટ્રેનના ભાડામાં વધારો કરી દીધો છે. રેલવે દ્વારા આપેલા નિવેદન અનુસાર ઓછા અંતરની ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
રેલવે દ્વારા વધારેલા ભાડાની અસર 30-40 કિમીની યાત્રા કરનારા મુસાફરો પર પડશે.
રેલવે અનુસાર હવે યાત્રીઓને નાના અંતરના મુસાફરોને પણ મેલ/એક્સપ્રેસ જેટલું ભાડૂ આપવું પડશે.
રેલવેએ જણાવ્યું કે, વધારેલા ભાડાની અસર માત્ર 3 ટકા ટ્રેનો ઉપર પડશે. તેમજ કોવિડનો પ્રકોપ હજું પણ યથાવત છે અને વાસ્તવમાં કોવિડથી ફરીથી સ્થિતિ બગડી રહી છે. એવામાં વધારે ભાડાથી ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા આ જરુરી છે.