News Continuous Bureau | Mumbai
IMD Weather Update : હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ફરી વરસાદ(Rain) શરૂ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી વિરામ લેનાર વરસાદે ફરી ધમધમાટ શરૂ કરી દીધો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને નાગરિકોને ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. રાજધાની દિલ્હીમાં(Delhi) આજે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન(weather) વિભાગની માહિતી અનુસાર, ચાલો જાણીએ કે આજે કયા વિસ્તારોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
G-20 સમિટ દરમિયાન દિલ્હીમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે વાદળછાયું રહેવાની સંભાવના છે, જ્યારે રાજધાનીમાં G-20 સમિટને પગલે IMD એ 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે. આટલું જ નહીં, હવામાન વિભાગે કહ્યું છે કે શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36-38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26-28 ડિગ્રીની વચ્ચે રહેશે.
આ સમાચાર પણ વાંચો : G-20 Summit: ભારતમાં ‘સિક્યોરિટી શિલ્ડ’માં હશે બાઇડન, જાણો કેવી હશે અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા.. જાણો બાઇડનનું સંપુર્ણ G20 શેડ્યુલ..
આજે ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ સહિત ક્યાં ક્યાં વરસાદ પડશે?
ઉત્તર પ્રદેશમાં પણ વરસાદે જોર પકડ્યું છે. ગુરુવારે (8 સપ્ટેમ્બર) પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ અને પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે.
આ સાથે હવામાન વિભાગે આજે એટલે કે શુક્રવારે ઉત્તરાખંડના દેહરાદૂન સહિત પાંચ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા દેહરાદૂન, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને નૈનીતાલમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, ટિહરી, પૌરી અને ચંપાવતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
વરસાદથી શહેરીજનોને રાહત
લાંબા સમયથી વરસાદના અભાવે રાજસ્થાનમાં પણ હવામાન બદલાયું છે. જયપુર અને અન્ય જિલ્લાઓમાં આજે હળવા વરસાદની શક્યતા છે. તો મધ્યપ્રદેશમાં પણ વરસાદે લોકોને રાહત આપી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે રાજ્યના લગભગ 30 જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીમાં નાગરિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ સિવાય ઉત્તરાખંડના નાગરિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય તો જ તેમના ઘર છોડો. તેથી દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે.